Home આણંદ રામનગરના રહીશો પરેશાન… 3 દિવસથી વિજળી ડૂલ થતાં હાલાકી…

રામનગરના રહીશો પરેશાન… 3 દિવસથી વિજળી ડૂલ થતાં હાલાકી…

123
0

આણંદમાં રામનગર ગામમાં ત્રણ દિવસથી વિજળી ડૂલ થતાં ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે. લાઇટો બંધ રહેતા ગ્રામજનોને પીવાના પાણી માટે 2 કિમી સુધી આમતેમ ભટકવું પડે છે. તેમજ પશુઓને પીવા પાણી માટે ગામના તળાવમાં છોડી દેવાની ફરજ પડે છે. જોકે વીજતંત્ર દ્વારા મંગળવારેથી ફેઝ લાઇટ આપવામાં નહીં આવે તો આણંદ મુખ્ય ઓફિસમાં હલ્લાબોલ કરવાની ચીમકી ગામલોકોએ ઉચ્ચારી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રામનગર ગામોમાં વરસાદ પડતાંની સાથે લાઇટો બંધ થઇ જાય છે. ત્યારે રામનગર સહિત તાબા વિસ્તારમાં જુદા જુદા પરાં વિસ્તારમાં 500થી વધુ રહીશોને હાલાકી ભોગવવી પડે છે. આ અંગે રામનગર ગ્રામજનોએ જણાવ્યું હતું કે વીજતંત્ર દ્વારા રામનગર ગામના વીજ ધારકો પ્રત્યે નછાજતું વર્તન કરવામાં આવી રહ્યું છે. વાસદ સરદાર ડિવીઝનમાં એન્જીનિયર ફરિયાદ કરવા છતાં યોગ્ય જવાબ આપવામાં આવતાં નથી.જેના લીધે ત્રણ દિવસથી સમગ્ર વિસ્તારના રહીશોને પીવા પાણી માટે અને અનાજ દળવા માટે 2 કિમી દૂર વહેરાખાડી ગામમાં જવાની ફરજ પડે છે.જો કે મંગળવારે પ્રશ્ન નિરાકરણ નહીં આવે તો આણંદ ગ્રીડ ઓફિસ આવેલી મુખ્ય ઓફિસમાં હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here