પાટણ: 29 એપ્રિલ
ગુજરાત સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લા પોલીસ અને બોર્ડર સિક્યુરીટી ફોર્સ દ્વારા પાટણ પોલીસ હેડ કોટર ખાતે ત્રણ દિવસીય શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેને જિલ્લા પોલીસ વડાએ જાહેર જનતા માટે વિધિવત રીતે ખુલ્લું મૂકયું હતું આ પ્રદર્શનને જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સહિતના અધિકારીઓ અને નગરજનોએ મળ્યું હતું.
ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જિલ્લા મથક પાટણ ખાતે થઇ રહી છે ત્યારે પાટણના નગરજનો અને યુવાનો માં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થાય તથા જિલ્લાવાસીઓ ભારતીય સૈન્ય પાસે રહેલ શસ્ત્ર સરંજામ થી વાકેફ થાય તે હેતુથી પાટણ પોલીસ હેડ કવાટર્સ ખાતે ત્રિદિવસીય આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે . દેશની સરહદો ઉપર દુશ્મનો સામે ઝઝૂમતા વીર જવાનો દ્વારા ઉપયોગમાં લેવાતા ભારતીય અને વિદેશી હથિયારો જેવા કે નાની મોટી રાઈફલ , મશીન ગન , મોટર હેન્ડ ગ્રેનેડ , મેટલ ડિટેક્ટર સહિતના અધ્યતન અને આધુનિક શસ્ત્રો પ્રદર્શનમાં મુકાયા હતા પ્રદર્શન ની મુલાકાતે આવનાર દરેક વ્યક્તિને બીએસએફના જવાનો દ્વારા હથિયારો અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવતી હતી . તો કેટલાક હથિયારો અંગે બીએસએફના જવાનોએ લાઈવ ડેમોસ્ટ્રેશન યોજી શહેરીજનોને હથિયાર અંગેનું માર્ગદર્શન પુરું પાડ્યું હતું જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સહિતના અધિકારીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને વિવિધ શસ્ત્રો નો કઈ રીતે ઉપયોગ થાય છે તે અંગેની જાણકારી મેળવી હતી.
પાટણ પોલીસ હેડ કોટર ખાતે મોટી સંખ્યામાં નગરજનો શસ્ત્ર પ્રદર્શન નિહાળવા માટે આવી પહોંચ્યા હતા શસ્ત્ર પ્રદર્શન નિહાળવા માટે આવેલા દિવ્યેશ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધી આવા આધુનિક હથિયારો માત્ર ટીવી માં જોયા છે પણ જ્યારે હકીકતમાં આ શસ્ત્રો જોતા ખૂબ આનંદ થયો છે સાથે સાથે બીએસએફના જવાનો દરેક હથિયારો અંગેનું સચોટ માર્ગદર્શન પણ આપે છે તો ડોક્ટર ગર્ગે જણાવ્યું હતું કે આ શસ્ત્ર પ્રદર્શન જોયા બાદ આપણું જીવન સુરક્ષિત હાથોમાં છે તેવું લાગે છે.એક ડોક્ટર દર્દીઓના જીવ બચાવી ને ગર્વ અનુભવે છે.જ્યારે જવાનો દુશ્મનના જીવ લેવાનો અને જીવ બચાવવાનો ગર્વ અનુભવે છે.
ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત પોલીસ અને બીએસએફના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી જાહેર શસ્ત્ર પ્રદર્શન ને નિહાળવા માટે મોટી સંખ્યામાં નગરજનો પોલીસ હેડ કવાટર્સ ખાતે આવી પહોંચ્યા હતા અને વિવિધ આધુનિક શસ્ત્ર સરંજામ જોઇને આશ્ચર્યચકિત થયા હતા .