પાટણ : 23 માર્ચ
પાટણમા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડીગ્રી વગરના બે બોગસ તબીબોને પાટણ sog પોલિસે ઝડપી લેતા અન્ય બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે બન્ને તબીબો પાસેથી 10 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જિલ્લામાં કેટલાય લેભાગુ ડિગ્રી વગરના તબીબોએ પોતાની હાટડીઓ ચાલુ કરી લોકોને દવાના નામે ખંખેર્યા છે. આવા ઊંટવૈદોના કારણે કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે આવા જ બે ડિગ્રી વગરના ડૉક્ટરો પાટણમાંથી મળી આવ્યો છે. પાટણ શહેરમાં બુકડીથી હર્ષનગર જવાના માર્ગે ઓડવાસની સામે જોગમાયા મંદિર પાસે આવેલી એક દુકાન ઇબ્રાહિમભાઇ મહંમદભાઇ શેખ તથા આ વિસ્તારમાં આવેલા ખત્રીવાસ પાસે જયેશ જયંતભાઈ ખત્રી પોતે ડોક્ટર ન હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરીરહ્યા હોવાની બાતમી પાટણ sog પોલિસ ને મળતા પોલિસે આ બન્ને તબીબોને રંગે હાથ ઝડપી લેતા અન્ય બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે.
પોલિસે આ બન્ને બોગસ તબીબો પાસેથી 10 હજારનો મુદ્દામાલ કબજે કરી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.