Home પાટણ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી કોરોના સંક્રમિત…

પાટણના સાંસદ ભરતસિંહ ડાભી કોરોના સંક્રમિત…

21
0
પાટણ : 20 જાન્યુઆરી

પાટણના સાંસદ ભરતસિંહ ડાભી કોરોના ની આવતા તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને લઇ હાલમાં તેઓ પોતાના નિવાસસ્થાને ડોક્ટરોના માર્ગદર્શન મુજબ હોમ isolation હેઠળ સારવાર લઈ રહ્યા છે.

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણે માથું ઉચક્યું છે અને દિન-પ્રતિદિન પોઝિટિવ કેસો ની સંખ્યા વધી રહી છે તો બીજી બાજુ સરકાર ની ગાઈડલાઈન મુજબ ભાજપના નાના રાજકીય કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે. તેવા સમયે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી ને કોરોના નો ચેપ લાગ્યો છે તેઓનું આરોગ્ય અસ્વસ્થ બનતા કોરના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેઓ પોઝિટિવ થતાં તબીબોના માર્ગદર્શન મુજબ હાલમાં તેઓ હોમ કોરોન્ટાઇન થઈ સારવાર લઇ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લામાં કોરોના ની ત્રીજી લહેરમાં પ્રથમ રાજકીય વ્યક્તિ કોરોના નો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. ભરતસિંહ ડાભીએ કોરોના પ્રતિરોધક રસીના બંને બન્ને લીધા હોવા છતાં તેઓ કોરોના પોઝિટિવ થયા છે


અહેવાલ : પ્રતિનિધિ, પાટણ 
Previous articleપાટણ શહેર ભાજપ પેજ સમિતિની બેઠક યોજાઇ…
Next articleસોમનાથમાં 30 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો પીએમ મોદી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here