સુરેન્દ્રનગર : 18 માર્ચ
પાટડી શ્રી વર્ણીન્દ્રધામ મંદિર ખાતે ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે 3 દિવસના ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણી.
સમગ્ર મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું.
પાટડી વિરમગામ રોડ પર આવેલા સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં ધૂળેટીના પાવન પર્વ નિમીત્તે 3 દિવસના ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર મંદિરને રંગબેરંગી લાઇટોની રોશનીથી અનોખી રીતે શણગારાયું છે. અને પાટડી વર્ણીન્દ્રધામ ખાતે ચતુર્થ પાટોત્સવ ઉપક્રમે વર્ણીન્દ્ર મહાપ્રભુનું 500 કિલો પાંખડીથી અભિષેક થયો હતો. આ ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં નિલકંઠ સરોવર વચ્ચે ચોવીસ દેવમંદિર , સહજાનંદ પ્રદર્શન, એન્જોયપાર્ક, ભગવત પ્રસાદ અને ત્રણ દિવસના પૂજનોત્સવ સહ મંગલ મહોત્સવમાં આવનારા શ્રધ્ધાળુઓને આવકારવા તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોવાનું મંદિરના વ્યવસ્થાપકએ જણાવ્યું હતુ.
આ મંદિરની આગવી વિશેષતાઓ
* 20 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ “વર્ણીન્દ્રધામ” મંદિર
* 108 ગૌમુખધારા સ્નાન, મંદિર ફરતે 75 લાખ લિટર પાણી
* નીલકંઠ સરોવરમાં નિત્ય ઠાકોરજીનો નૌકાવિહાર
* રથ, ઘોડા, હાથી વગેરે સાજ સાથે રાજાધિરાજ ઠાકોરજીની નિત્ય નગરયાત્રા
* નીલકંઠધામની પેઠે વર્ણિન્દ્રપ્રભુનો નિત્ય 108 વાનગીઓનો 9 વખત થાળ, નિત્ય મહાઅભિષેક
* સ્વામિનારાયણ મહામંત્રની આજીવન અખંડધૂન
* આજીવન કાયમી વૈદિક વિધિથી શ્રી મહાવિષ્ણુયાગ, શ્રી મારૂતિયાગ અને શ્રી રૂદ્રયાગ
* રામ, શ્યામ અને ઘનશ્યામ ચરિત્ર સાંસ્કૃતિક પ્રદર્શન