ગોધરા : 28 માર્ચ
પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં સ્પાની આડમાં ચાલતી દેહવ્યાપારની પ્રવુતિઓ પર વોચ રાખવા માટે સૂચના આપવામાં આવી હતી, ત્યારે એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ પટેલને બાતમી મળી હતી, જેના આધારે ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલ વાવડી બુઝર્ગ વિસ્તાર નજીક આવેલ અપ્સરા સ્પા મસાજ પાર્લર નામની દુકાનમાં રેડ કરવામાં આવી હતી, જેમાં ચંદ્રેશભાઇ મહેશભાઈ પરમાર નામના ઈસમ મળી આવ્યા હતા, જ્યારે સ્પાના માલિક અંગે પૂછતાછ કરતાં સ્પા ની માલિકી મોહમ્મદ સલીમ મુસ્તુફા વોરાની હોવાનું સામે આવ્યું હતું, સ્પાના મેનેજર મનીષાબેન ખોખર સ્પાના નામે છોકરીઓને બોલાવતા હતા, અને સ્પા અને મસાજ માટે આવતા ગ્રાહકોને શારીરિક સુખની સવલતો પુરી પાડતા હતા, સ્પાના માલિક અને મેનેજર કુટણખાનું ચલાવી પોતાના આર્થિક ફાયદા માટે દેહવ્યાપારનો ધંધો કરીને કમિશન મેળવતા હતા, પોલીસે સ્થળ પરથી ૯૨,૩૯૦ રોકડ અને ૪૧,૫૦૦ ની કિંમતના ૭ મોબાઈલ ફોન તથા ૫ હજારની કિંમતનું કાર્ડ સ્વાઇપ મશીન મળીને કુલ રૂ ૧.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, સમગ્ર બનાવ અંગે ધી ઇમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.