Home નડીયાદ નડિયાદના નવા બિલોદરામાં નિવૃત જેલ સુબેદાર લગ્નમાં ગયા અને ઘરે ચોરી થઈ

નડિયાદના નવા બિલોદરામાં નિવૃત જેલ સુબેદાર લગ્નમાં ગયા અને ઘરે ચોરી થઈ

99
0

નડિયાદ: 22 જાન્યુઆરી


બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરી

ખેડા જિલ્લામાં તસ્કરોએ બેફામ બન્યા છે. નડિયાદના નવા બિલોદરામાં તસ્કરોએ બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપ્યો છે. આ ગામમાં આવેલ અમરદીપ સોસાયટીમાં રહેતા બિલોદરા જેલના નિવૃત સુબેદારના મકાનમાંથી તસ્કરો રૂપિયા 1.82 લાખની મતા તસ્કરોએ ચોરી જતા ચકચાર મચી છે. પોતાના મુળ વતન દસકોઈ તાલુકાના ભવાડા ગામે આ પરિવાર લગ્નમાં ગયું હતું તે દરમિયાન તસ્કરોએ હાથ સાફ કર્યો છે.

મુળ અમદાવાદના દસક્રોઈ તાલુકાના ભાવડામાં રહેતા મોતીભાઈ સનાભાઇ ડાભી નડિયાદ નજીક આવેલા બિલોદરાની જિલ્લા જેલમાં સુબેદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ નવા બિલોદરામાં આવેલ અમરદીપ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. મોતીભાઈ નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ પણ અહીંયા જ રહેતા હતા. કોઈ પ્રસંગ હોય ત્યારે જ પોતાના વતને જતા હતા.

તેમના કાકાના ઘરે લગ્ન હોવાને કારણે તેઓ પોતાના પરિવાર સાથે વતન ગયા હતા. આ દરમિયાન તેમના બંધ મકાનમાં રાત્રી સમયે તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને દરવાજાનો નકુચો તોડી મકાનમાં ઘુસી તસ્કરોએ ચોરી આચરી છે. તસ્કરોએ તીજોરીનું લોક તોડી 4 નંગ સોનાની લગડીઓ, 1 જોડ સોનાની બુટ્ટી, 3 નંગ સોનાની ચેઈન, સોનાની વીટી સહિતના સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1 લાખ 82 હજારના મત્તાના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બીજા દિવસે આ ઘટનાની જાણ મકાન માલિકને થતાં તેઓએ આ અંગે આજે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તેમની ફરિયાદના આધારે ઘરફોડ ચોરીનો ગુનો નોંધ્યો છે.


અહેવાલ: પ્રતિનિધિ નડીઆદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here