Home સુરેન્દ્રનગર ધ્રાંગધ્રામાં બે અલગ અલગ જગ્યાએથી બે તાજા જન્મેલા બાળકો મૃત હાલતમાં મળી...

ધ્રાંગધ્રામાં બે અલગ અલગ જગ્યાએથી બે તાજા જન્મેલા બાળકો મૃત હાલતમાં મળી આવતા ચકચાર

96
0
સુરેન્દ્રનગર : 23 માર્ચ

ધ્રાંગધ્રામાં બે અલગ અલગ જગ્યાએથી બે તાજા જન્મેલા બાળકો મૃત હાલતમાં મળી આવતા ચકચાર

– ધ્રાંગધ્રાના રાજસીતાપુર ગામેથી મૃત હાલતમાં ત્યજી દીધેલું બાળક મળી આવ્યું

– ધ્રાંગધ્રાના નવયુગ સિનેમા પાસેના કોમ્પલેક્ષની ગલીમાંથી પણ મૃત શિશુ મળી આવ્યું

– સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાનાં હ્રદયકંપી જાય એવા કિસ્સાથી લોકોમાં ફીટકાર

સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર તાજા જન્મેલા બાળકો જાહેર રસ્તાઓ ઉપરથી મળી આવવાના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. તે સમાજ માટે કલંકરૂપ બાબત સાબિત થઇ રહી છે. ત્યારે ધાંગધ્રામાં એક જ દિવસમાં અલગ-અલગ બે સ્થળો ઉપરથી તાજા જન્મેલા બાળકો મળી આવ્યા છે. અને તે મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે એક બાળક ધ્રાંગધ્રાના રાજસીતાપુર ગામેથી મળી આવ્યું છે. બીજું બાળક નવયુગ સિનેમા પાસે આવેલા કોમ્પલેક્ષને ગલીમાંથી મૃત હાલતમાં મળી આવ્યું છે.

ધ્રાંગધ્રા નવયુગ સિનેમા રોડ ક્રોસ રોડ કોમ્પલેક્ષ સામેની ગલીમાં નવજાત શિશુ ત્યજી દીધેલી હાલતમા મળી આવ્યું હતુ. જેમાં સુત્રોના આધારે મળતી માહિતી મુજબ વધુ એક નવજાત બાળક ત્યજી દેવાનો કિસ્સો આવ્યો છે. જ્યારે ધ્રાંગધ્રા નવયુગ રોડ ક્રોસ રોડ કોમ્પ્લેક્સ સામેની ગલીમાં નવજાત શિશુ ત્યજી દીધેલી હાલતમાં પડેલુ હોવા અંગેની જાણ વાયુવેગે લોકોને થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને થતાં તેઓ ધટના સ્થળે પહોંચી તો ત્યજી દીધેલા નવજાત શિશુનો કબ્જો મેળવી ધ્રાગધા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યું હતુ. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી તપાસની તજવીજ હાથ ધરી છે.

જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે ઉકરડામાંથી તાજુ જન્મેલ મૃત હાલતમા નવજાત શિશુ મળી આવતા ચકચાર ફેલાવા પામી છે. આ તરફ સ્થાનિક ગ્રામજને તાત્કાલીક પોલીસને સંપર્ક કરતા સ્થાનિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ત્યજી દીધેલા મૃત નવજાત શીશુને હોસ્પીટલ ખાતે લઇ જઇ અજાણ્યા મહિલા વિરુધ્ધ ફરીયાદ નોંધી હતી. અત્યારે હાલ આ મામલે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં ધ્રાંગધ્રા પંથકમાં જ બે તાજા જન્મેલા બાળકો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. કોણ મૂકી ગયું ? ક્યારે મૂકી ગયું ? તે અંગેની પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં બંને તાજા જન્મેલા બાળકોના મૃતદેહોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અને ત્યાં તેમની આગળની કાર્યવાહી પણ પોલીસ તંત્રએ હાથ ધરી છે.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here