Home ક્ચ્છ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને કલેક્ટરશ્રીનો શુભેચ્છા સંદેશ

ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને કલેક્ટરશ્રીનો શુભેચ્છા સંદેશ

177
0
કચ્છ : 11 માર્ચ

આગામી તા.૨૮મી માર્ચથી ૧૨મી એપ્રિલ ૨૦૨૨ સુધી યોજાનાર ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં કચ્છના કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શક શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો છે
” વ્હાલા વિદ્યાર્થીઓનો ભાઈ – બહેનો”.
” સહુ પ્રથમ તો કોરોના મહામારીનો કપરો કાળ પસાર કરીને , ઓનલાઈન અને ઓફલાઈન અભ્યાસ કરતા રહીને આખરે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાના પડાવ પાસે પહોંચી ગયા છો એ જ ખુશીની વાત છે . તમે તમારી તૈયારી ખૂબ સારી રીતે કરી જ લીધી હશે . હવે તમને જરૂર છે એક આત્મવિશ્વાસની , હુંફની , સધિયારાની , પેપર કેવું નીકળશે ? હું સારી રીતે લખી શકીશ કે કેમ ? પેપર ચેક કરનાર બરાબર ચેક નહિ કરે તો ? પરિણામ નીચું આવશે તો ? આવા અનેક નકારાત્મક વિચારો પણ તમને આવતા જ હશે , ખરું ને ? પણ થોડીવાર એ બધું જ બાજુએ મૂકીને આગળની વાત પર ધ્યાન આપશો. દરેક વ્યક્તિ અનન્ય છે અને કોઈની પણ સરખામણી અન્ય કોઈ સાથે થઇ જ નહિ.


મિત્રો , તમારી જિંદગી , તમારું ભવિષ્ય અને તમારી ખુશી જ અમારા સહુ કોઈ માટે ખૂબ જ મહત્વની છે. કેટલું વાંચ્યું એના કરતાં કેટલું સમજાયું અને યાદ રહ્યું એ વધારે મહત્વનું છે, એકાગ્રતા, પ્રાણાયામ, માનસિક સ્વસ્થતા વાંચેલું યાદ રાખવામાં ખૂબ જ મદદ કરે છે, પરીક્ષાનો સમય નજીક છે ત્યારે હવે વાંચન ઓછું અને ચિંતન , મનન વધારે કરો, લેખન અને ગણનનો મહાવરો કરતા રહો, સમયાંતરે પૌષ્ટિક અને હળવો આહાર, નિયમિત પૂરતી ઊંઘ અને હળવો વ્યાયામ / વોકિંગ કરો, જવાબવહીમાં ઉત્તરો માગ્યા મુજબ જ લખો, જે વિભાગ સારો આવડતો હોય તે પહેલાં લખો, પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા ખંડમાં સમયસર પહોંચી જવાથી બિનજરૂરી તણાવ ટાળી શકાય. ઊંડા શ્વાસ લેવા અને ‘can , I will ‘ અભિગમ રાખવો OMR / જવાબવહી પર લખવાની વિગતો કાળજીપૂર્વક લખવી. પ્રશ્નપત્ર વાંચવા માટે વિશેષ સમય ફાળવવામાં આવે છે. તેનો સદુપયોગ કરવો. કોઈ એક – બે પ્રશ્નો અઘરા કે ન આવડતા હોય એટલા માત્રથી હતાશ ન થવું અને જે આવડતું હોય તે વિભાગ અને પ્રશ્નોથી લખવાની શરૂઆત કરવી . બે – પાંચ માર્કના અઘરા પ્રશ્નોને લીધે બાકીના ૯૫ ગુણનું ભૂલી જઈએ એ કેમ ચાલે ? પરીક્ષાના ગુણ મહત્વના છે , પણ જીવનના ગુણ જેવા કે સત્ય , પ્રમાણિકતા વગેરે ખૂબ જ મહત્વના છે. પરીક્ષા ખંડમાં CCTV કેમેરા તો હોય જ છે , પણ પરમ પિતાના કેમેરામાંથી કોઈ છટકી શકતું નથી માટે કોઇપણ પ્રકારે ગેરરીતિ કરવાનો વિચાર સુદ્ધાં કરશો નહિ.
કચ્છ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણતંત્ર દ્વારા પ્રતિવર્ષ કચ્છ પરીક્ષા , સ્વચ્છ પરીક્ષા અભિયાન ‘ સુચારૂ રીતે ચલાવવામાં આવે છે . છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં ગેરરીતીનો એક પણ કેસ નોંધાયેલ નથી . એ માટે પ્રશાસન વિદ્યાર્થીઓ અને વાલીઓ અભિનંદનને પાત્ર છે.

ઉદ્યમ કરવાથી જ કાર્યો પાર પડે છે . Well begun is half – done . તમારી સર્વ પ્રકારે સફળતા અને કુશળતા માટે હૃદયપૂર્વકની શુભકામનાઓ …. Wish You All The Best !! From Collector Ms. Pravina D.K.

 

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here