કચ્છ : 7 એપ્રિલ
આજ રોજ માતાનામઢ ખાતે દેશદેવી માં આશાપુરાના સ્થાનકે શીશ ઝુકાવી વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્યે જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
અધ્યક્ષાશ્રીએ આ તકે લખપત વિસ્તારનાં ઘાસચારા, રખાલ, મનરેગા અને પશુધન બાબતે કરાયેલી રજૂઆતો સાંભળી હતી.
માતાનામઢના સરપંચશ્રી સુરેન્દ્રસિંહ જાડેજાએ તેમજ અગ્રણી રમેશભાઈ જોષીએ અધ્યક્ષશ્રીની મુલાકાતમાં લખપત તાલુકાનાં વિવિધ રખાલો પશુધન માટે ખુલ્લા મુકાય તેમજ તેમાંથી ઘાસચારો કાપવાની મંજુરી મળે તેમજ વધારાના હવાડા માટે પાણીની વ્યવસ્થા અંગે રજુઆત કરી હતી. તેમજ માતાનામઢ પ્રવાસન વિકાસ માટેની ચર્ચામાં કલેકટરશ્રી સાથે મીટીંગ યોજવા અંગે રજુઆત કરાઈ હતી.
અધ્યક્ષશ્રીએ આ તકે અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા તેમજ કાર્યવાહક મામલતદારશ્રી સી.વી.પાયણ અને સરપંચશ્રી સાથે રહી વિસ્તારની વિગતો ,સમસ્યા અને પ્રવાસન બાબતે ચર્ચા કરી કરવાની કાર્યવાહી બાબતે માર્ગદર્શન અને સુચનો આપ્યાં હતાં.
આ તકે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી જે.એ. બારોટ, મંદિરના ટ્રસ્ટી ખેંગારજી, શ્રી અક્ષયભાઈ જોષી તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં