Home પાટણ ડો.બાબા સાહેબ આંબેડકરની ની ૧૩૧ મી જન્મ જયંતી પ્રસંગે પયૉવરણ નું જતન...

ડો.બાબા સાહેબ આંબેડકરની ની ૧૩૧ મી જન્મ જયંતી પ્રસંગે પયૉવરણ નું જતન કાયૅક્રમ યોજાયો..

226
0
પાટણ: 14 એપ્રિલ

ભારતીય બંધારણના ઘડવૈયા અને વિશ્વ રત્ન ડો.બી.આર. આબેડકરની તા.૧૪ મી એપ્રિલ નાં રોજ ૧૩૧ મી જન્મ જયંતી પ્રસંગે પાટણની ગુરૂકૃપા ગેસ સર્વિસ અને ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ નાં સંયુક્ત ઉપક્રમે મૂળભૂત ફરજ રૂપે પયૉવરણ નું જતન કાયૅક્રમ શહેરના ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, બગવાડા દરવાજા ખાતે સવારે ૭-૦૦ થી ૯-૦૦ કલાકના સમય દરમ્યાન આયોજિત કરવામાં આવ્યો હતો.

પાટણની ગુરૂકૃપા ગેસ સર્વિસ અને ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ નાં સંયુક્ત ઉપક્રમે આયોજિત પયૉવરણ જતન કાયૅક્રમ નો મુખ્ય ઉદ્દેશ ગ્લોબલ વોર્મિંગ અટકાવવો અને સમગ્ર સૃષ્ટિજીવ ને બચાવવાનો હોય જેને ઉપસ્થિત સૌએ સરાહનિય લેખાવી આયોજકોને શુભેચ્છાઓ પાઠવી ડો.બી.આર.આબેડકરજી દ્વારા ધડવામા આવેલા ભારતીય બંધારણ નાં ભાગ-૩ માં આપેલા મૂળભૂત અધિકારો ભોગવવાની સાથે સાથે બંધારણ ભાગ-૪ માં આપેલી તેની મૂળભૂત ફરજો નિભાવવી તે પણ આપણી જવાબદારી સમજી પયૉવરણ નાં જતન માટે ના આ કાર્યક્રમ ને આયોજિત કરવા બદલ પાટણની વિવિધ સેવાકીય, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો, કાયૅકરો,શુભેચ્છકોએ સરાહનીય લેખાવી પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
પાટણ ગુરૂકૃપા ગેસ સર્વિસ નાં પ્રોપરાઈટર મનિષભાઇ સોલંકી અને ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ નાં પ્રમુખ મનોજભાઈ પરમાર સહિતની ટીમ દ્વારા આયોજિત પયૉવરણ જતન કાયૅક્રમ દરમિયાન વિવિધ પ્રકારના ૧૦૦૦ થી વધું રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here