સુરેન્દ્રનગર : 26 ફેબ્રુઆરી
ડોક્ટર એટલે એક એવો મિત્ર કે જેની સામે દરેક વ્યક્તિ મન મોકળું કરી પોતાની વ્યથા વર્ણવી શકે, એક મલમ કે જે દરેક ઘાવ ને રુજવે પછી એ શારીરિક હોઈ કે માનસિક હોઈ, એક વિશ્વાસ એક ભરોસો જેના ટેકે મરણ પથારીએ પડેલો વ્યક્તિ દોડતો થઈ જાઈ એવા વ્યક્તિત્વના ડોક્ટર સાહેબ ના અનુભવ ની મારે અહીં વાત કરવી છે.
થોડા સમય પહેલા મારા જીવનસંગીની આંખ માં અકસ્માતે તકલીફ ઊભી થતા આંખ માં અંધારું છવાઈ ગયું અને કઈ દેખાવા નું બંધ થતાં અમે બધા ચિંતામાં મુકાયા હવે શું કરવું કાંઈ સમજાતું નોતું ત્યારે એક સરળ સ્વભાવના માનવતા વાદી ડોક્ટર અસ્મિતા ચૌહાણ સાહેબ ની યાદી થઈ જેમણે અનેક ગંભીર ઓપરેશનો સફળતા પૂર્વક પાર પાડેલા જેનાથી હું વાકેફ હતો એટલે અમે સીધાજ પહોંચ્યા “શ્રીજી હોસ્પિટલ ધ્રાંગધ્રા ”
બીજો માળ હળવદ રોડ પાસે ધ્રાંગધ્રા ,ત્યાં સાહેબ સાથેની પંદર મિનિટ ની વાત ચિતમાં અમે બેય જણા ચિંતા માંથી અડધા હળવા થઈ ગયા. પછી ઓપરેશન કરવાનું જરૂરી હોવાથી આંખ માં સર્જરી કરી આખું ની પેપણ ઉઘાડી સફળ સર્જરી કરી 2 દિવસે રજા આપી દીધી અત્યારે ખુબ સારૂ છે બિલકુલ પીડા નથી મારા દર્દીને.એક દમ ચાખું સરસ સરળ દેખાય છે.
મને મેડમ નો સરળ ને વિનમ્ર સ્વભાવ ખુબ ગમ્યો એટલે એમના સ્વભાવ વિશે વિશેષ જાણવાની ઈચ્છા થઈ કે ડૉ મેડમ નું વર્તન બીજા માટે કેવું કસે ત્યાંબીજા દાખલ 2.3 દર્દીઓના સગા વ્હાલા ને હોસ્પિટલના સ્ટાફ ને પૂછતાં બધાજ ના જવાબ ખુબ સંતોષ કારક રહ્યા.
ખરેખર આ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે અહીં દરેક પ્રકારની સારવાર મળી રહે છે ઇમરજન્સી અકસ્માત સારવાર માટે હાઇવે ઉપર ની બેસ્ટ હોસ્પિટલ માં એક શ્રીજી હોસ્પિટલ કેવાય જ્યાં આર્થિક મૂળી ને મહત્વ નહિ આપવામાં આવતું જ્યાં સેવા એજ ધર્મ સરસ અને સસ્તી સેવાનો લાભ મળે છે. આંખ ના સ્પે.ડોક્ટર ની ટીમ પણ ત્યાં નજવી કિંમત માં સારવાર કરી રહ્યા છે..આવી અનેક સંતોષ કારક સેવાઓ અહીં મળી રહી છે ત્યારે……..
સાચું કહું તો આપણાં માટે ડોક્ટર એ માત્ર ટાઇટલ કે વ્યવસાય નથી પણ જીવન જીવવાની એક પદ્ધતિ છે. ” It is a way of life “.
ડો અસ્મિતા ચૌહાણ સાથે વાત કરતા એમનો અભિપ્રાય શબ્દો ની વાણી સરસ્વતી મંત્ર લહેર મુજબ જોવા મળી જ્યારે વાત કરતા જણાવ્યું કે એક ડોક્ટર હોવાના નાતે કહી શકું કે ડોક્ટર ની જવાબદારી માત્ર રોગ જાણીને દવા આપવા પૂરતી સીમિત નથી પણ જરૂરી સમયે જરૂરી ઇમજન્સી સારવાર માટે નિર્ણય લેવા ખુબજ આવશ્યક હોય છે પછી એ સમય સવારનો હોઈ , બપોરનો હોઈ કે અડધી રાતનો કે પછી કોઈ રવિવાર કે તહેવાર કેમ ના હોઈ! હું અને મારી ટીમ કોઈ પણ સમય સારવાર માટે તત્પરતા દાખવી ને કાર્ય કરીએ છીએ અમે ભગવાન શ્રી સ્વામિનારાયણ ને રોજ પાર્થના કરીએ છીએ કે અમે લોકો ની સેવા માં હમેંશા હાજર રહી અને સેવા કરીએ..
નાનપણ ની વાત કરીએ તો માં મારા બેન ભાઈઓ દોસ્તો સાથે રમતાં ત્યારે પણ મને ડોક્ટર બનવા નો રોલ કરવો ખૂબ જ ગમતો હું વિચારો ની વેદનાં નહિ વિચારો ની લહેર ની જેમ સમાજ ને ઉપયોગી થવા માટે યથાર્થ પ્રયત્નો કરવા માટે કાર્ય કરું છું..
સેવામા તત્પર હોઈ એટલે તો કહેવાયુ છે કે “ડોક્ટર એટલે કદી ના આથમતો સુરજ છે “ને આ તમામ સદગુણો ના દર્શન મને “ડૉ. અસ્મિતા ચૌહાણ મેમ માં જોવા મળ્યા છે માટે મારી કલમને આ લખવાનું મન થયું છે.
અહીં એક વાત જાણવી ઘટે કે ડોક્ટર એ. સી, ટ્યુબલાઈટ કે પંખો રીપેર નથી કરતો કે જેની ગેરેન્ટી કે વોરંટી આપી શકે. ડોક્ટર કુદરત સામે બાયો ચડાવીને આપણને બચાવવા મથે છે છતાં દરેક વખતે સફળતાજ મળે એ ડોક્ટર ના હાથની વાત નથી હોતી કેસ ની ગંભીરતા ઉપર આધાર હોઈ છે કારણ કે આખરે તો “Doctor Treats, He Heals “ત્યારે આપણાં માટે રાત દિવસ જજુમતા ડોક્ટર ને આપણે કેમ દોષ આપી શકીયે? કોઈ ડોક્ટર એવું નથી ઈચ્છતો કે એનો દર્દી સાજો થયાં વિના પાછો જાય અથવા દર્દી મૃત્યુ પામે. પછી એ ગરીબ હોઈ કે પૈસાદાર હોઈ, હિંદુ હોઈ કે મુસ્લિમ જોય કે અન્ય ધર્મનો હોઈ ડોક્ટર માટે દર્દીજ ભગવાન હોઈ છે ને એ હંમેશા એમનીજ સેવા કરે છે.આ છે ડોક્ટરો ની ખુમારી.
સેલ્યુટ છે આવા જગતના તમામ ડોક્ટરો ને સાથે અસ્મિતા ચૌહાણ ને
સંતોષ કારક સેવા માટે ડોક્ટર અસ્મિતા ચૌહાણ સાહેબનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરૂ છું.
મિત્રો મેમ ની સેવાની જરૂર પડે તો ચોક્કસ મુલાકાત લઇ અનુભવ કરશો. મળવા જેવા માણસ ને મળી ને મને ખુબ રાજીપો થયો.
એક દર્દી પરિવાર જન
“ઉકાભાઈ રાઠોડ”
(ધ્રાંગધ્રા ગામ્ય વિસ્તાર)