Home જુનાગઢ જુનાગઢ માંગરોળના નગીચાણા ગામની ઓચિંતી મુલાકાત લેતા જિલ્લા ડીડીઓ

જુનાગઢ માંગરોળના નગીચાણા ગામની ઓચિંતી મુલાકાત લેતા જિલ્લા ડીડીઓ

136
0
જુનાગઢ : 3 ફેબ્રુઆરી

આજે માંગરોળના નગીચાણા ગામની જિલ્લા ડીડીઓએ તેમજ તાલુકા વિકાશ અધિકારી માંગરોળ દવારા નગીચાણા ગામની મુલાકાત લીધી હતી અને ગામ ને શાબાશી આપી હતી.
ખાસ જો વાત કરીએ તો માંગરોળ તાલુકામાં સૌથી વિકાશ શીલ ગામ હોયતો નગીચાણા ગામ આવેલ છે અને આ ગામને ગોકુળ ગામના સરકારી અનેક એવોર્ડ પણ મળી ચુકયા છે.

નગીચાણા ગામે છેલ્લા પાંચ વર્ષથી વિકાશ જોવા મળી રહયો છે જયારે શહેર માફક ગામની અંદર તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે અહીની સરકારી સ્કુલ ઈ ગ્રામ તેમજ પંચાયતના રજવાડી ઓરડા સહીતની લોકોને સગવડ થાય તેવી અનેક સુવિધાઓ આ ગામની અંદર ઉભી કરવામાં આવી છે.

જયારે જિલ્લા ડીડીઓ દવારા આ ગામેથી બુલેટ ઘાંસ વાવેતર કરવા ખેડુતોને સલાહ આપી હતી અને જિલ્લા ડીડીઓ દવારા નગીચાણા ગામે બુલેટ ઘાંસ નું પોતાના હાથે વાવેતર કરીને ખેડુતોને બુલેટ ઘાંસ વાવેતર કરવાની પ્રેરણા આપાઇ હતી
જયારે ટીડીઓ ડીડીઓ સહીતના અધિકારી દ્વારા સ્કુલ પંચાયત ઇ ગ્રામ કેન્દ્ર તેમજ ગામની અનેક સુવિધાઓની મુલાકાત કરીને ગામના વખાણ કરાયા હતા જયારે જો માંગરોળ તાલુકાના તમામ ગામો નગીચાણા ગામની જેમ ગામનો વિકાશ કરશે તો ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને અનેક સુવિધા મળવાથી ફાયદો થશે પરંતુ બીજા ગામડાઓ નગીચાણા ગામની માંથી પ્રેણા લઈ દરેક ગામમાં આવો વિકાસ થાય એ જરૂરી…

અહેવાલ : વૈશાલી કગરાણા જૂનાગઢ
Previous articleપાટણમાં બાળ મજુરી કાયદાનો છડેચોક ભંગ……..
Next articleટિમ્બર એસોસિએશન, ગાંધીધામ સાથે સંકલન કરીને સત્રનું આયોજન કર્યું હતું. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here