Home અમદાવાદ ખાલિસ્તાની આતંકવાદીની ભારતને ધમકી, અમદાવાદમાં રમાનાર વર્લ્ડ કપ મેચ પર ખતરો?

ખાલિસ્તાની આતંકવાદીની ભારતને ધમકી, અમદાવાદમાં રમાનાર વર્લ્ડ કપ મેચ પર ખતરો?

167
0

ભારત અને કેનેડા ( India Canada ) વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ભારતને ધમકી આપી છે. અમદાવાદમાં તાજેતરમાં જ કેટલાક નાગરિકોના ફોન પર ધમકીભર્યા વોઇસ કોલ આવતા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ખાલિસ્તાની આતંકવાદી પન્નુ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ACP જે.એમ.યાદવએ જણાવ્યું હતું કે અમદાવાદના નાગરિકોના ફોન પર આવેલ વોઇસ કોલમાં ખાલિસ્તાની આતંકવાદી પન્નુના અવાજમાં રેકોર્ડ કરેલું હતું. જે આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર વર્લ્ડ કપની મેચને લઈને ધમકી આપવામાં આવી છે. જેમાં કંઈક એવું કહેવામાં આવ્યું હતું કે વર્લ્ડ કપની મેચમાં ડિસ્ટબન્સ ફેલાવવામાં આવશે, કાળા ઝંડા લહેરવામાં આવશે, તેમજ તેમના સાથી હરદીપ નિજજરની કેનેડામાં હત્યા થઈ હતી. તેનો બદલો લેવામાં આવશે.આ સાથે જ પન્નુએ કહ્યું કે આતંકવાદનો વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. આતંકવાદી પન્નુ વતી એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પન્નુએ કહ્યું છે કે અમદાવાદમાં ખાલિસ્તાની ઝંડાઓનું પૂર આવશે. તેવી ધમકીભર્યા કોલ નાગરિકો સુધી પહોંચાડવા આવ્યા હતા. ત્યારે આ ફરિયાદ પર ગુનાહિત કલમો દાખલ કરવામાં આવી છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાના આરોપીની ટૂંક સમયમાં અટકાયત કરવામાં આવશે.

એ પણ જાણવું જરૂરી છે કે કેવી રીતે ચાલે છે આ નેટવર્ક?

ખાસ વાત એ છે કે આ માહિતી NIAની સપ્લીમેન્ટરી ચાર્જશીટમાંથી બહાર આવી છે.
વાત કરીએતો ખાલિસ્તાની આતંકવાદીઓએ ભારત-પાકિસ્તાન બોર્ડર દ્વારા ડ્રોન દ્વારા હથિયારો સપ્લાય કર્યા હતા. આ હથિયારોથી તેમને ટ્રેનિંગ આપવામાં આવતી હતી.મીડિયાના અહેવાલ અનુસાર ગુપ્તચર એજન્સીઓએ ભારત વિરુદ્ધ ખાલિસ્તાની ષડયંત્ર સાથે સંબંધિત હજારો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઓળખ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ખાલિસ્તાની ષડયંત્રને વેગ આપવા અને તેને ટ્રેન્ડિંગ બનાવવા માટે ઘણા હેશટેગ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here