પાટણ : 10 માર્ચ
પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નગરપાલિકા કાલી સફાઈ કામદાર મહિલાઓને સાડી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં 140 મહિલા સફાઇ કામદારોને સાડી નું વિતરણ કરાયુ હતું
પાટણ નગરપાલિકા મ કાયમી અને હંગામી સફાઈ કામદાર 140 જેટલી મહિલાઓને સન્માનવાનો કાર્યક્રમ પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા શહેરના જગદીશ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા સફાઈ કામદાર મહિલાઓને સાડી નું વિતરણ કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ પ્રસંગે પાટણ જિલ્લા મોરચા પ્રમુખ સુષ્માબેન રાવલ, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, પાટણ તાલુકા પંચાયત પ્રમુખ માયાબેન ઝાલા,પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, પાટણ જિલ્લા મહામંત્રી મોરચો અને પાટણ જીલ્લા મહિલા મોરચાના હેતલબેન પ્રજાપતિ,માનસી બેન ત્રિવેદી સહિતની આગેવાન કાર્યકર્તા મહિલાઓ ઉપસ્થિત રહી હતી.