Home સુરેન્દ્રનગર ચોટીલામાં બની કુતુહલ સર્જતી ઘટના : મેવાસા ગામ માં ઘોડીએ એક સાથે...

ચોટીલામાં બની કુતુહલ સર્જતી ઘટના : મેવાસા ગામ માં ઘોડીએ એક સાથે બે ઘોડી ને જન્મ આપ્યો.

224
0
સુરેન્દ્રનગર : 5 માર્ચ

ચોટીલા તાલુકાના નાના એવા મેવાસા ગામે લોકોમાં કુતૂહલ પમાડે તેવી ઘટના બની છે. ઘોડા ના શોખીન કાઠી દરબાર

દીપભાઈ મનુભાઈ ખાચરની ઘોડીએ ઠાણ(જન્મ) આપતા. ઘોડીએ એક સાથે બે ઘોડી ને જન્મ આપ્યો હતો. મોટા ભાગે પ્રાણીઓમાં અને ખાસ કરીને અશ્વોમાં ઘોડી હંમેશા એક ઘોડી અથવા ઘોડા ને જન્મ આપતી હોય છે. ત્યારે કુતૂહલ સર્જતી આ ઘટનામાં ઘોડીએ બંને ઘોડી ને જન્મ આપતા લોકો આશ્ચર્ય સાથે જોઈ રહ્યા છે.

આ અંગે મંગળુભાઈ ઢોકળવાએ જણાવેલ કે અશ્વોમાં વેટરનરી પિરિયડ ૧૧ મહિના હોઈ છે. અને ઘણા કિસ્સામાં ૬ મહિના પછી પણ રહેલો ગર્ભ ફેલ જવાની સંભાવના રહેતી હોય છે. તો ઘણીવાર જોડિયા અશ્વોમાંથી એક અશ્વ મૃત જન્મે એવું બને છે.

આ અંગે જ્યારે ચોટીલાના પશુ દવાખાના ના ડોકટર નીરવ જોશી ને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવેલ કે મારા ડોકટરી પ્રેક્ટિસના સમયગાળા દરમિયાન આવી ઘટના પ્રથમવાર બની છે. મોટા ભાગે ગાય અથવા ભેંસમાં બે બચ્ચા ને જન્મ આપવાની ઘટનાઓ બનતી હોય છે. પણ કોઈ ઘોડી એ એક સાથે બે ઘોડી ને જન્મ આપ્યો હોઈ તેવુ આ પહેલીવાર બન્યું છે.

 

ડોકટરી ભાષામાં આવી ઘટનાને ડાયઝાયગોટીક ટ્વીન્સ કહેવાય છે એટલે કે એક સાથે બે બિઝ છુટા પડી અને તેનું ફલન થવું અને આવી ઘટના ઘોડીમાં જોવા મળે છે.

 

અહેવાલ : સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here