Home સુરેન્દ્રનગર ચુડાના ચચાણા ગામે શ્રીશક્તિ અને મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

ચુડાના ચચાણા ગામે શ્રીશક્તિ અને મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

177
0
સુરેન્દ્રનગર : 10 માર્ચ

ચુડાના ચચાણા ગામે શ્રીશક્તિ અને મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા
માતાજીનો સોનાનો મુગટ, ચાંદલો, શિવજીના ચાંદીના નાગ સહિત આભૂષણોની ચોરી
તસ્કરો મંદિરથી તિજોરી ઉપાડી ગામ બહાર લઈ ગયા ત્યાં જઈને તોડી 14 છત્તર ચોરી ગયા
ચુડા તાલુકાના ચચાણા ગામે આવેલા શ્રીશક્તિમાં અને મહાદેવજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. માતાનો સોનાનો મુગટ, ચાંદલો અને શિવજીના ચાંદીના 2 નાગ સહિત આભૂષણોની ચોરી કરી હતી. શ્રીશક્તિમાંના મંદિરમાં રાખેલી તિજોરી તસ્કરો ઉઠાવીને ગામની બહાર લઈ જઈને તોડીને તેમાં રાખેલા 14 છત્તર પણ ચોરી ગયા હતા.


ચુડા તાલુકાના ચચાણા ગામે આવેલા શ્રીશક્તિમાં અને મહાદેવજીના મંદિરને મંગળવારે રાત્રથી બુધવાર વહેલી સવાર સુધીમાં ચોર ટોળકીએ નિશાન બનાવ્યાં હતા. મહાદેવના મંદિરે ભોળાનાથના 2 નાગ, છત્તરની ચોરી કરી હતી. શ્રીશક્તિ માતાજીના મંદિરે સોનાનો મુગટ, ચાંદલો, છત્તર સહિત આભૂષણોની તસ્કરી કરી હતી. શ્રીશક્તિમાંના મંદિરમાં રાખેલી તિજોરીને તસ્કરોએ ઉઠાવી ગયા હતા. તિજોરી ગામની બહાર લઈ જઈ તોડી 14 છત્તરોની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા.

સવારે પુજારી મંદિરે મંગળા આરતી કરવા આવ્યા ત્યારે માતાજીના આભૂષણો અને મહાદેવના નાગ દેખાયા નહોતા. પૂજારાએ આ અંગે ગ્રામજનોને જાણ કરતાં ચચાણાના દિગ્વીજયસિંહ ઝાલાએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. PSI વાય.બી.રાણા, યુવરાજસિંહ વાઘેલા સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અરજી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અહેવાલ:  સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here