Home પાટણ ચાણસ્માના ખોરસમ ગામમા નજીવી બાબતે આધેડની હત્યા….

ચાણસ્માના ખોરસમ ગામમા નજીવી બાબતે આધેડની હત્યા….

141
0
પાટણ : 7 માર્ચ

ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે રવિવારની રાત્રે બાઈક ધીમું ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા બાઈક સવારે પાર્લર માલિક ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા પાર્લર માલિક નું મોત થયું હતું આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિતની પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હુમલો કરનાર પિતા પુત્રને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે રવિવારની રાત્રે સહેજાદ સિપાઈ નામનો યુવાન ઝડપે પુરઝડપે બાઈક લઈને પસાર થતાં ગામના ચોકમાં પાર્લર ધરાવતા ભુદરભાઈ પટેલે બાઈક ધીમું ચલાવવા બાબતે બાઈક સવારને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ બાઈક સવાર યુવાને ઘરે જઈ આ બાબતની જાણ પોતાના પિતા રહેમાન ખાન સિપાઈને કરી હતી આથી ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ છરો લઇ ફરીથી બાઈક ઉપર ગામના ચોકમાં આવી પહોંચ્યા હતા અને પાર્લર માલિક ભુદરભાઈને અપશબ્દો બોલી કહેલ કે મારા છોકરાને કેમ બોલ્યા હતા. આ સમયે ચોકમાં ઉપસ્થિત અન્ય લોકોએ પણ આ બંને પિતા-પુત્રને ગાળો બોલવાની ના પાડતા મામલો બિચકયો હતો અને સહેજાદ ખાને પોતાના ફેટમાંથી છરો કાઢી આધેડને પેટના ભાગે મારતા તેઓ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા આ બનાવ બાદ પિતા-પુત્ર બાઇક લઇને નાસી ગયા હતા. જાગ્રત આધેડને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી વાહનમાં ચાણસ્મા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પરિવારજનોમાં શોકની ખવાઈ ગયો હતો ગામમાં ભારે સનસની મચી હતી.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here