Home ક્ચ્છ ચાણક્ય એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે “સસ્ટેનેબિલિટી કે રંગ” થીમ હેઠળ...

ચાણક્ય એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે “સસ્ટેનેબિલિટી કે રંગ” થીમ હેઠળ એકદિવસીય પ્રદશનનું આયોજન

184
0
કચ્છ : 16 માર્ચ

” સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ એ પર્યાવરણને ઓછું નુકસાન કરવા વિશે નહીં પરંતુ તેને વધુ સુંદર બનાવી શકે છે.” જોકેન સાઈટના આ શબ્દો ગ્લોબલ વોર્મિંગના પગથીયા ચડતી આજની પેઢી માટે સૂચિત ગૂઢાર્થ છે. આવનારી પેઢી નાની ઉંમરથી જ પોતાના પર્યાવરણને જાણે સમજે અને તેનું રક્ષણ કરી અને સંવર્ધન કરે તે હેતુસર ચાણક્ય એકેડમી ના ધોરણ 8,9 અને 11કૉમર્સના વિદ્યાર્થીઓ દ્વારા 16 માર્ચ 2022 એટલે કે હોળીની પૂર્વ સંધ્યા એ “સસ્ટેનેબિલિટી કે રંગ” થીમ હેઠળ સસ્ટેનેબલ પ્રોડક્ટ્સનું પ્રદર્શન તથા ફુડ ફેરનું આયોજન કરવામાં આવેલ હતું.આ એક દિવસીય કાર્યક્રમને કુલ ત્રણ તબક્કામાં યોજવામાં આવેલ હતો. જે અંતર્ગત સસ્ટેનેબલ ડેવલોપમેન્ટના મૂળ ખ્યાલને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અમન ઠક્કર,આર્શ ઠક્કર તથા જાન્હવી સોની દ્વારા સમજાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ પર્યાવરણમાંથી મળતી વસ્તુનો બગાડ કર્યા વગર કોઈપણ તહેવાર કેવી રીતે ઉજવી શકાય તેના વિવિધ ઉદાહરણો તથા તહેવારોમાં ઉપયોગી થઇ શકે તેવી પેદાશોનું પ્રદર્શન યોજવામાં આવેલ હતું.જે અંતર્ગત પ્લાસ્ટિક તથા પોલિએસ્ટરના સ્થાને લાકડા તથા ધાતુની બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ વસ્તુઓને 3R એટલે કે Reduce, Reuse તથા Recycle દ્વારા કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તેની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ ફેરનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટનું ઉદાહરણ પૂરુ પાડનાર ફૂડ પ્રોડક્ટ્સ દ્વારા પ્રેરિત હતો. આ ફેરનું કોન્સેપચ્યુલાઈઝેશન ચાણક્ય ગ્રુપના સી.ઈ. ઓ મેહવિશ મેમણ દ્વારા,કો-ઓર્ડિનેશન શિક્ષિકા ઓસાકા રાઠી દ્વારા અને સમગ્ર મેનેજમેન્ટ શાળાના કોમર્સ વિભાગના શિક્ષકો અને કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલું હતું. સમગ્ર આયોજનની સફળતા બદલ સંસ્થાના ચેરમેનશ્રી વાડીલાલભાઈ સાવલા, વાઈસ ચેરમેનશ્રી સંદિપભાઈ દોશી, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પંકજભાઇ મહેતા,સી.ઈ.ઓ.મેહવીશ મેમણ તથા શાળાના આચાર્યા કવિતા બારમેડા દ્વારા તમામ વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા.

 

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here