ગોધરા : 27 માર્ચ
ગોધરા તાલુકાના ધાણીત્રા ગામે આરોપીને તેની પત્નીએ ત્રણ દિવસ થી ઘરે નહિ આવવા બાબતે ટોકતા આરોપી એકદમ આવેશમાં આવી જઈ તેની પત્નીને માથાના ભાગે કુહાડી મારી તેમજ પોતાની બે વર્ષની દીકરી ને ઘરની પાછળ આવેલા કૂવામાં જીવતી નાખી દઈ દીકરીનું પાણીમાં ડૂબાડી દઈ ખૂન કર્યું હતું.ત્યારે આ મામલે કહેવા જતા ફળિયાના અન્ય બે ઈસમોને આરોપીએ કુહાડી મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.ત્યારે આરોપી એ ગુન્હો આચર્યા બાદ સ્થળ પરથી નાસી ગયો હતો.ત્યારે આ મામલે આરોપીની પત્ની દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ નોધાવતા પોલીસે આરોપી સામે ખૂન નો ગુન્હો નોંધી તેમજ સાહેદો ને માર મારવાનો ગુન્હો નોંધી આરોપીના શોધખોળ તેમજ ધરપકડ નાં ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવ ની પ્રાપ્ત વિગત અનુસાર ગોધરા તાલુકાના ધાણીત્રા ગામ ખાતે સમય ફળિયામાં રહેતા સવિતાબેન પર્વતસિંહ પરમારે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓના પતિ પર્વતસિંહ ઉદેસિંહ પરમાર ત્રણ દિવસ સુધી ઘરે નહિ આવવા બાબતે ટોકતા આરોપી પર્વત એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને સવિતાબેન સાથે ઝઘડો તકરાર કરી માથાના ભાગે કુહાડી મારી હતી તેમજ જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.આરોપી પર્વતસિંહે આ ઝઘડામાં પોતાની બે વર્ષની દીકરી કાજલ ને ગુસ્સામાં આવેશમાં આવી જઈ પોતાના ઘરની પાછળ આવેલા કૂવામાં જીવતી નાખી દઈ પાણીમાં ડૂબાડી દઈ ખૂન કર્યું હતું.ત્યારે આ ઝઘડા દરમિયાન વચ્ચે છોડવવા પડેલા ફળિયાના પાડોશી બે ઈસમો ગોપાલસિંહ અને કાભયભાઈ ને પણ આરોપી પર્વતે માથાના અને પગના ભાગે કુહાડી મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.ત્યારે હાલ તો પોલીસે આ મામલે આરોપી સામે ખૂનનો ગુન્હો દાખલ કરી તેની ધરપકડ નાં ચક્રો ગતિમાન કર્યા છે.