Home મોરબી હળવદ નજીક રેતીના ઢગલામાં છુપાવેલી બિયરની 281બોટલ ઝડપાઇ

હળવદ નજીક રેતીના ઢગલામાં છુપાવેલી બિયરની 281બોટલ ઝડપાઇ

153
0

હળવદ : 8 ઓગસ્ટ


હળવદ તાલુકાના સુરવદર અને ધૂળકોટ ગામ વચ્ચેની સીમમાંથી પોલીસે રેટીના ઢગલાં છુપાવેલ બિયરની 281 બોટલ ઝડપી લઈ રાજસ્થાની શખ્સને અટકાયતમાં લઈ કુલ રૂપિયા 35,125નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસે તાલુકાના સુરવદર અને ધૂળકોટ ગામ વચ્ચેની સીમમાં પેટ્રોલિંગ દરમિયાન રેતીના ઢગલામાં શંકાસ્પદ હિલચાલ કરી રહેલા કેહરારામ હનુમાનરામ ચૌધરી, રહે. હુડો કી ધાની શોભાલા જેતમાલ બીજરાડ, તા.ચૌહટન જી.બાડમેર રાજસ્થાન નામના શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરતા આ શખ્સે રેતીના ઢગલામાં બિયરની કાચની બોટલો છુપાવ્યાની કબૂલાત આપી હતી.

જેને પગલે પોલીસ ટીમે રેતીનો ઢગલો ફફોસતા રેતીમાં છીપાવેલ બિયરની 281 કાચની બોટલ મળી આવતા રૂપિયા 125ની એક ગણી કુલ 281 બિયર અને એક 5000નો મોબાઈલ ફોન મળી પોલીસે રૂપિયા 35,125ની કિંમતનો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે ડ્રાઇવિંગનો ધંધો કરતો આ રાજસ્થાની શખ્સ આ અંતરિયાળ જગ્યાએ પહોંચ્યો કેવી રીતે અને બિયરનો આટલો વિશાળ જથ્થો માથે ઉપાડીને લાવ્યો કે કેમ તે અંગે પોલીસે કોઈ ફોડ પાડ્યો નથી.

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here