Home ગોધરા ગોધરા એલ.સી.બી.પોલીસ તેમજ દેવગઢ બારીયા પોલીસે ચોરી થયેલી ટ્રક(રૂ.૭ લાખ)ને તેમજ આરોપી...

ગોધરા એલ.સી.બી.પોલીસ તેમજ દેવગઢ બારીયા પોલીસે ચોરી થયેલી ટ્રક(રૂ.૭ લાખ)ને તેમજ આરોપી ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી

162
0
ગોધરા : 22 માર્ચ

ગોધરા એલ.સી.બી.પોલીસ તેમજ દેવગઢ બારીયા પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરતા દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ થી ચોરી થયેલી ટ્રક(રૂ.૭ લાખ)ને તેમજ આરોપી ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કરી ટ્રક ચોરીના ગુન્હા નો ભેદ ઉકેલ્યો હતો.

ગોધરા એલ.સી.બી.પોલીસ ને ખાનગી બાતમી દાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરા શહેરનાં ગેની પ્લોટ માં રહેતો મહંમદ ઈરફાન મહમદ સઈદ મીઠા ભાઈ કોઈક જગ્યાએથી એક ટ્રક રૂ.૭ લાખ ની (જી.જે.૧૬.એક્સ.૭૭૩૩) ચોરી અગર તો છળકપટ થી મેળવી લાવી ગોધરા રહેમત નગર મેદાનમાં સંતાડી મૂકી રાખી વેચવાની પેરવીમાં છે તેવી મળેલી બાતમી આધારે એલ.સી.બી પોલીસ તેમજ દેવગઢ બારીઆ પોલીસ સાથે ગોધરા રહેમત નગર મેદાનમાં જઈ તપાસ કરી બાતમી મુજબના ઇસમ ને ચોરીની ટ્રક સાથે ઝડપી પાડયો હતો.

પોલીસે આ અંગે આરોપી ની પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે એક દિવસ અગાઉ રાત્રીના સમયે તેના મિત્ર યાકુબ અબ્દુલ સતાર પથીયા ઉર્ફે વેજલિયો સાથે મળી દેવગઢ બારિયા નાં કાપડી વિસ્તારમાં આવેલા કબ્રસ્તાન પાસેથી ટ્રક(રૂ.૭લાખ)ની ચોરી કરી હતી.

 

 

અહેવાલ:  કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here