Home પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે મધમાખી ઉછેર જાગૃતિ કાર્યક્રમ યોજાયો….

રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે મધમાખી ઉછેર જાગૃતિ કાર્યક્રમ યોજાયો….

156
0

પાટણ: 20 મે


વિશ્વ મધમાખી દિવસ દર વર્ષે 20 મે ના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ મધમાખી દિવસની ઉજવણી વર્ષ 2017 માં શરૂ કરવામાં આવી હતી. જે ત્રણ વર્ષના આંતરરાષ્ટ્રીય પ્રયત્નો બાદ યુએન (UN)ના સભ્ય દેશોએ સર્વાનુમતે સ્લોવેનિયાના પ્રસ્તાવને મંજૂરી આપી અને 20 મે ને વિશ્વ મધમાખી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો.
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં વિશ્વ મધમાખી દિવસને ઉજવવામાં આવ્યો હતો, જે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેથળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણના ઓડિટોરિયમમાં મધમાખી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ બાળકો, શિક્ષકો તેમજ અન્ય તમામ સહભાગીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ બધાને વિશ્વ મધમાખી દિવસ વિશેની વિસ્તૃતમાં મહત્વપૂર્ણ માહિતી આપી હતી. વિડીયો-શો ના આયોજન, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અને ઇન્ટરેક્ટિવ ચર્ચાએ શ્રોતાઓને મધમાખી ઉછેરના વિવિધ પાસાઓ અને લોકો અને પર્યાવરણ માટે તેના ફાયદાઓને સ્પષ્ટપણે સમજવામાં મદદ કરી છે. મધમાખી દિવસ નિમિત્તે મધમાખી ઉછેર અંગેના આ જાગૃતિ કાર્યક્રમનો 200 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.


પૃથ્વી પરના સૌથી સખત કામ કરતા જીવોમાંની મધમાખીઓએ લોકો, છોડ તેમજ જીવસુષ્ટિ અને પર્યાવરણને લાભ આપ્યો છે. એક ફૂલમાંથી બીજા ફૂલમાં પરાગ વહન કરીને, મધમાખીઓ અને અન્ય પરાગ રજકો માત્ર પુષ્કળ ફળો, બદામ અને બીજનું ઉત્પાદન જ નહીં, પણ વધુ જથ્થા અને સારા પ્રમાણમાં ઉત્પાદનને પણ સક્ષમ બનાવે છે, જે ખાદ્ય સુરક્ષા અને પોષણમાં ફાળો આપે છે. વનસ્પતિઓમાંથી મેળવેલી દવાઓ, ખોરાક તરીકે માનવ ઉપયોગ માટે ફળો અથવા બીજ ઉત્પન્ન કરતા સમગ્ર વિશ્વમાં ચારમાંથી ત્રણ પાક, ઓછામાં ઓછા અમુક અંશે, પરાગ રજકો પર આધાર રાખે છે.

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here