Home ગોધરા ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજીની ઉપસ્થિતિ માં મહિલા ખેડૂત સંમેલન યોજાયું.

ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજીની ઉપસ્થિતિ માં મહિલા ખેડૂત સંમેલન યોજાયું.

211
0
ગોધરા : 22 ફેબ્રુઆરી

એન.એમ સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, દાહોદ દ્વારા એચડીએફસી બેન્ક પરિવર્તન પરિયોજના અંતર્ગત ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝગ ગામે મહિલા ખેડૂત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અંદાજે ૩૩૫ બહેનોને ખેતીઓજરો, શાકભાજી બિયારણ, દુધાળા પશુધન કઠોળનું બિયારણ, સહિત વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.

ધારાસભ્ય શ્રી, ગોધરા, કબીર મંદિરના મહંત શ્રી રોહિતદાસજી બાપુ, જિલ્લાપંચાયત પંચમહાલના દંડક શ્રી અરવિંદસિંહ પરમાર એપીએમસી ગોધરાના ચેરમેનશ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી, સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી કનુભાઈ પટેલ , મકાઈ સંશોધન કેન્દ્ર , ગોધરા, જિલ્લા ખેતવાડી નિયામક શ્રી, ખેતીવાડી વિસ્તરણ અધિકારી ગોધરા દ્વારા ખેડૂતો અને મહિલાઓને યોજનાઓની માહિતી, માર્ગદર્શકરૂપી મંતવ્ય આપેલ હતું.

સંસ્થાના નિયામક શ્રીમતિ શર્મિષ્ઠાબેન જગાવત, શ્રી કનૈયા ચૌધરી સી.ઇ.ઓ, ઉપનિયામકશ્રીઓ, સહિત હોદેદારોએ સંસ્થાની રૂપરેખા આપી માર્ગદશન આપ્યું હતું. અને ખેતીની આધુનિક પ્રોધોગિક વિષયની જાણકારી સાથે ખેડૂતોની આવક બમણી કરવા માટેના સૂચનો અને જાણકારી પુરી પાડવામાં આવી…

 

અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here