Home ક્રાઈમ ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્‍લામાંથી છેલ્લા એક વર્ષમાં 150 જેટલા અબોલ ઢોરોની...

ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્‍લામાંથી છેલ્લા એક વર્ષમાં 150 જેટલા અબોલ ઢોરોની ચોરી-તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ

111
0
ગીર સોમનાથ : 22 ફેબ્રુઆરી

ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્‍લામાંથી છેલ્લા એક વર્ષમાં 150 જેટલા અબોલ ઢોરોની ચોરી-તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ થયો, 2 સાગરીતો ઝડપાયા અને 4 ના નામ ખુલ્‍યા

અઠવાડીયા પૂર્વે વેરાવળ તાલુકાના બે ગામોમાંથી 6 ભેસોની ચોરી થયેલ તે મામલાની તપાસમાં પ્રભાસપાટણ પોલીસની સર્વેલન્‍સ સ્‍કોડએ ગેંગનો પર્દાફાશ કર્યો

પોલીસે પકડેલ બે શખ્‍સો પાસેથી પાંચ જીવિત ભેસો કબ્‍જે કરી બાકીના આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા

ગીર સોમનાથ જીલ્‍લાના જુદા-જુદા વિસ્‍તારોમાંથી છેલ્‍લા એક વર્ષના સમયગાળા દરમ્‍યાન 150 જેટલા ઢોરોની ચોરી કરી તસ્‍કરી કરતી ગેંગનો પ્રભાસપાટણ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે ગેંગના બે સાગરીતોને ઝડપી લીઘા છે જયારે ચાર સાગરીતોના નામ ખુલ્‍યો હોય તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા બંન્‍ને શખ્‍સોના કબ્‍જામાંથી પાંચ ભેંસો મળી આવતા મુદામાલ તરીકે જપ્‍ત કરી પુછપરછ હાથ ઘરતા ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્‍લાના મોટાભાગના તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી ઢોર ચોરી કરી તસ્‍કરીની ઘટનાને અંજામ આપેલ હોવાની કબુલાત કરી છે. જેને લઇ પોલીસે આગળની ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

ગીર સોમનાથ જીલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી ઘણા સમયથી અબોલ પશુઓની ચોરી-તસ્‍કરીની ઘટનાઓ બની રહી હતી. દરમ્‍યાન વેરાવળ તાલુકાના રામપરા ગામે રહેતા ગોવિંદભાઇ મેરની ત્રણ ભેસો તથા કાન્તીભાઇ જાદવની બે ભેંસો તથા મીઠાપુર ગામે રહેતા ટપુભાઇ સોલંકીની એક ભેસ મળી કુલ છ ભેસોની ગત તા.15 મીના રાત્રીના સમયે ચોરી થઇ હતી. જે અંગે ખેડુતો દ્વારા ગામમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા એક ફોર વ્હીલરના આટા ફેરા શંકાસ્‍પદ જણાયા હતા. જેને લઇ ભેસો ચોરી અંગે ખેડૂતોએ પોલીસમાં ફરીયાદ નોંઘાવી હતી. જેને લઇ એએસપી ઓમપ્રકાશ જાટની સુચનાથી પ્રભાસપાટણ પોલીસની સર્વેલન્‍સ સ્‍કોર્ડના પીઆઇ એસ.પી.ગોહિલના માર્ગદર્શન હેઠળ કુલદિપસિંહ, વિશાલ ગળચર, કનકસીંહ, કૈલાશસિંહ, પીયુશ બારડ સહિતના સ્‍ટાફની જુદી-જુદી ટીમો બનાવી તપાસ હાથ ઘરી હતી.

જેમાં સ્‍ટાફએ પ્રથમ સીસીટીવી ફુટેજો કબ્‍જે કરી જીણવટભરી રીતે તપાસ કરતા અમુક શંકમદો સાથે વાહનો જોવા મળેલ હતા. જે અંગે હ્યુમન સોર્સ મારફત તપાસ કરાવતા અબોલ પશુઓની ચોરી-તસ્‍કરી કરતા શખ્‍સોની માહિતી મળી હતી. જેના આઘારે (1) ભનુ બાલુ સોલંકી (ઉ.વ.45) હાલ રહે.રામપરા-વેરાવળ, (2) સકિલ ઉર્ફે કાલુ અયુબ કાબાવલીયા (ઉ.વ.18) રહે.બાગે રહેમત કોલોની-વેરાવળ વાળાની અટક કરી આગવી ઢબે પુછપરછ હાથ ઘરી હતી. જેમાં બંન્‍નેએ તેમના મિત્રો (1) સોયેબ ભાયાત (2) જીબ્રાન પંજા (3) અલ્તાફ ઝંડો ત્રણેય રહે.વેરાવળ તથા (4) યાસીન ફકીર રહે.કોડીનાર વાળા સાથે મળી ઢોરોની ચોરી કરતા હોવાની કબુલાત આપી હતી. પકડાયેલ બંન્‍ને શખ્‍સો પાસેથી પાંચ ભેસો (પાડી) આશરે ઉ.વ.3 ની કિ.રૂ.75 હજારની મળી આવતા કબ્‍જે કરી હતી.

અબોલ પશુઓને ચોરી કરી તસ્‍કરીની ઘટનાને અંજામ આપતી ટોળકીનો પર્દાફાશ થયા બાદ પકડાયેલા બંન્‍ને શખ્‍સોએ ચોકાવનાર હકકીતો જણાવી હતી. જે અંગે પીઆઇ એસ.પી.ગોહિલએ જણાવેલ કે, આ ગેંગના સભ્‍યો દિવસ દરમ્યાન રેકી કરી મોડીરાત્રીના સમયે રોડ ટચ આવેલ મકાન, ઢાળીયા કે વાડી વિસ્‍તારના મકાનોને ટાર્ગેટ બનાવી નાના માલઢોરોને પીકઅપ વાન કે એસયુવી કારોમાં ભરી ચોરી કરવાની એમઓ ઘરાવતા હતા. આ ઢોર તસ્કરી કરતી ગેંગએ છેલ્લા એક વર્ષમાં ગીર સોમનાથ જીલ્લાના ઇન્દ્રોઇ, ભેટાળી, ખંઢેરી, રામપરા, છાત્રોડા, સોનારીયા, નાવદ્રા, સોમનાથ બાયપાસ વાડી વિસ્તાર, ગોરખમઢી, અમરાપુર, પાદરુકા, પ્રાંસલી, ગાંગેથા, મોરડીયા, રાખેજ, ખાંભા, અનીડા, અરણેજ, પ્રશ્નાવડા, ધાંટવડ, મીઠાપુર તથા જુનાગઢ જીલ્લાના કેશોદ, માગરોળ, માળીયાહાટીના તાલુકાના રોડ ટચ આવેલ અનેક ગામડાઓમાં વારંવાર ઢોર ચોરી-તસ્‍કરીના ગુનાઓ આચરી અંદાજે 100 થી 150 જેટલા અબોલ ઢોર પશુઓની ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાની કબુલાત કરી છે. આ ગેંગના પકડાયેલા આરોપીઓ સામે ગીર સોમનાથ જીલ્લામાં પશુ ચોરી તથા પશુ ક્રુરતાની કલમો નીચે જુદા-જુદા સ્‍ટેશનોમાં ગુનાઓ નોંઘાયેલા છે.

 

અહેવાલ : રવિ ખખ્ખર, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here