Home પોરબંદર ખોવાયેલ બેગ મૂળ માલિકને સોંપી આપતા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તથા...

ખોવાયેલ બેગ મૂળ માલિકને સોંપી આપતા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તથા ઉદ્યોગનાગર પોલીસ સ્ટેશનનો હૃદયપૂર્વક આભાર

152
0
પોરબંદર : 22 માર્ચ

આજ-રોજ પોરબંદર આર્ય કન્યા ગુરુકુલ ખાતે કોમ્પ્યુટર શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશ્વરીબેન નિલેશભાઈ હિંગળાજીયા રહે નરસંગ ટેકરી ઓમ કારેશ્વર મંદિર પાછળ પોરબંદર વાળા. તેઓ પોતાની નોકરી પૂર્ણ કરી આર્ય કન્યા ગુરુકુલ ગર્લ્સ સ્કૂલથી પોતાના ઘરે નરશંગ ટેકરી ઓમ કારેશ્વર મંદિર પાછળ એકટીવા પર જતા હતા ત્યારે પોતાની પાસે રહેલ બ્રાઉન કલરનો બેગ એકટીવા માંથી ક્યાંક રસ્તામાં નજરચુક થી પડી જતા બેગમાં રહેલા અગત્યના ડોક્યમેન્ટ, આશરે રૂ.૧૪૦૦૦/-ની કિંમત નો મોબાઈલ ,ATM Card, 700 રૂ.રોકડા તથા જરૂરી સામાન હોવાથી તેઓએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને જાણ કરેલ .

જેથી ઉધ્યોગનગર પો.સ્ટે. આવક અરજી નં.- ૬૪૪/૨૦૨૨ ના આધારે ઉદ્યોગનગર પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલીક નેત્રમનો સંપર્ક કરતા નેત્રમ ટીમ દ્વારા તેઓના નોકરીના સ્થળ થી ઘર સુધીમા આવતા કેમેરાના લોકેશનના ફૂટેજ ચેક કરી નેત્રમ સોફટવેરની મદદથી અલગ અલગ વાહન ચાલકોનો સંપર્ક કરતા સદર બેગ એક અજાણ્યા રીક્ષા ચાલકને મળેલ હોય જેથી ઉદ્યોગનગર પોલીસ એ રિક્ષાચાલકનો સંપર્ક કરી બેગ પરત લઈ આવતા સદર ખોવાયેલ બેગ મૂળ માલિકને સોંપી આપતા ભાવેશ્વરીબેન એ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તથા ઉદ્યોગનાગર પોલીસ સ્ટેશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ: નિમેષ ગોંડલીયા, પોરબંદર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here