નડિયાદ: 22 જાન્યુઆરી
કોરોના અપડેટ:નડિયાદમાં 105 કેસો નોંધાયા, એક્ટીવ કેસોની સંખ્યા 550ને પાર
ખેડા જિલ્લામાં કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. આજે વધુ 169 કેસો નોંધાયા છે. જે બાદ એક્ટીવ કેસોની સંખ્યા વધીને 552 પર પહોંચી ચૂકી છે.
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોના તેની વણથંભી રફતારથી આગળ ધરી રહ્યો છે. શનિવારે કોરોનાના વધુ 169 કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જેમાં નડિયાદ પંથકમાંથી 105, મહેમદાવાદમાંથી 18, મહુધામાંથી 16, ગળતેશ્વરમાંથી 7, ખેડામાંથી 5, માતરમાંથી 5, કપડવંજમાંથી 4, વસોમાંથી 4, કઠલાલમાંથી 3 અને ઠાસરામાંથી 2 મળી કુલ 169 કેસો નોંધાયા છે. જે બાદ એક્ટીવ કેસોની સંખ્યા 552 પર પહોંચી ચૂકી છે.
જ્યારે આજે વધુ 2375 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. એક્ટીવ કેસોમાં 513 વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. તો વળી કોરોનાના 14 દર્દીઓ નડિઆદ સિવિલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે 22 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો વળી ખેડા સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં કોરોનાના 3 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ સારવાર લઈ રહેલા પૈકી 1 દર્દી વેન્ટીલેટર પર છે.
રસીકરણની વાત કરવામાં આવે તો આજે 109 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 2034 લોકોએ રસી મૂકાવી છે. સાથે સાથે 15થી 18 વર્ષનાં વય જૂથના રસીકરણમાં ગળતેશ્વર તાલુકામાં 253, કપડવંજ તાલુકામાં 188, કઠલાલ તાલુકામાં 4, ખેડા તાલુકામાં 34, મહુધા તાલુકામાં 165, માતર તાલુકામાં 292, મહેમદાવાદ તાલુકામાં 23, નડિયાદ તાલુકામાં 394, ઠાસરા તાલુકામાં 1301 અને વસો તાલુકામાં 37 મળી આજે કુલ 2691 લોકોનું રસીકરણ થયુ છે.
આ સાથે 60+ વયના કોમોર્બીડીટી ધરાવતા સીટીઝન 639, હેલ્થ કેર વર્કર 84 અને ફ્રન્ટ લાઇન વર્કર 135 મળી કુલ 858 પ્રિકોશન ડોઝની ખેડા જિલ્લામાં સાંજના સાડા પાંચ વાગ્યા સુધી કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે.