Home સાબરકાંઠા ખેડબ્રહ્મા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના પ્રભારીની નિમણૂંક કરાઇ

ખેડબ્રહ્મા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના પ્રભારીની નિમણૂંક કરાઇ

254
0
સાબરકાંઠા: 5 માર્ચ

રાજ્યમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી લડી છે, ત્યારે તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જેના પગલે હાલ વિવિધ વિધાનસભાના પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ખેડબ્રહ્મા વિધાનસભામાં પ્રભારી તરીકે જિલ્લા મહામંત્રી સી.એમ. પટેલની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂંકને કાર્યકરોએ સહર્ષ સ્વીકારી બમણા જોરથી કામે લાગી ગયાં છે.

 

ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાની વિધાનસભા -29ની 2022ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની 182 સીટ પર પ્રભારીની નિમણૂંક આરંભી દીધી છે. ખેડબ્રહ્મામાં વિધાનસભાના પ્રભારી પદે પૂર્વ પ્રમુખ વિજયનગર અને હાલ જીલ્લા મહામંત્રી તરીકે પદ શોભાવનાર સી. એમ. પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. ખેડબ્રહ્મા વિધાનસભાના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. સમગ્ર શહેર ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાના ભાઈ- બહેનોએ ઉત્સાહભેર પ્રભારી સી..એમ.પટેલ ને ખુબ ખુબ અભિનંદન પાઠવી વિધાનસભામાં સુંદર કામગીરી માટે સાથ અને સહકાર આપવાની ખાત્રી આપી છે.


અહેવાલ: રોહિત ડાયાણી,સાબરકાંઠા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here