Home પાટણ કથાકાર ગીરીબાપુ પાટણમાં 9 દિવસ શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવશે…

કથાકાર ગીરીબાપુ પાટણમાં 9 દિવસ શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવશે…

178
0
પાટણ : 16 માર્ચ

ધર્મનગરી પાટણમાં શિવભક્તો માટે પ્રથમવાર પ્રસિદ્ધ કથાકાર ગીરીબાપુની 9 દિવસીય શિવ મહાપુરારણ કથાનું આયોજન કરાયું છે. જેમાં વિવિધ શિવ લીલાના પ્રસંગો ઉજવાશે.

પાટણમાં હરિહર મહાદેવ મંદિર મિત્ર મંડળ દ્વારા શહેરના ટીબી ત્રણ રસ્તા પાસે ઉપવન બંગલોઝ નજીક ગ્રાઉન્ડ ખાતે આગામી 19થી 27 માર્ચ દરમિયાન ગીરીબાપુના સાનિધ્યમા શિવકથા “શિવ મહાપુરાણ” કથાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ કથા પ્રસંગે આરંભ દિવસ શનિવારે બપોરે 1:00 કલાકે વાજતે ગાજતે ઘોડાગાડી બગીમાં ભવ્ય પોથીયાત્રા નીકળશે.

9 દિવસ દરમિયાન વિશેષ સતી પ્રાગટય અને શિવ પાર્વતી વિવાહ બન્ને પ્રસંગોની ઉજવણી સહિત ગીરીબાપુ દ્વારા શિવકથાનું રસપાન કરવામાં આવશે. કથા બપોરે 3થી 6 વાગ્યાથી શરૂ રહેશે. જેનો શહેર સહિત જિલ્લાના શિવભક્તો લાભ લઇ શકશે. તેવું આયોજન કર્તા સભ્ય હર્ષદભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here