સુરેન્દ્રનગર : 17 એપ્રિલ
સુરેન્દ્રનગર શહેરમાં આવેલ સ્વામિનારાયણ સરકારી આયુર્વેદ હોસ્પિટલની આયુષ સચિવ પાંડિયન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
આયુષ સચિવ પાંડિયન દ્વારા હોસ્પિટલના દર્દીઓ સાથે પ્રશ્નોત્તરી કરી આયુષ સેવા બાબતે વાત કરવામાં આવી હતી. ઉપરાંત સચિવ દ્વારા હોસ્પિટલને અપગ્રેડ કરવાની તથા કોલેજ સાથે મર્જ કરવાનો સુઝાવ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તદુપરાંત આયુષ સચિવ અને તેમની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં મંજુર થયેલ આયુર્વેદિક કોલેજ માટેની જગ્યાની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી ના અંગત સચિવ એ.કે.ઔરંગાબાદકર, જિલ્લા કલેકટર કે.સી. સંપટ અને જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત ઉપસ્થિત રહ્યા હતા.