રાજકોટ : 7 ફેબ્રુઆરી
આણંદની અમૂલ ડેરી દ્વારા પશુપાલકોની ગાયોની સંભાળ લેવા માટે વિદેશથી ટેકનોલોજી બેલ્ટ મંગાવામાં આવ્યાં છે.
આણંદની અમૂલ ડેરી હર હંમેશ માટે પોતાના પશુપાલકો તથા તેમના પશુઓની ચિંતા કરતી હોય છે જેને લઇને અમૂલ ડેરી દ્વારા પશુપાલકોની ગાયો માટે એક નવી ટેક્નોલોજી વાળા બેલ્ટ વિદેશથી મંગાવવામાં આવ્યા છે. અને આ બેલ્ટ પશુપાલકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અમુલ ડેરી દ્વારા ગાયો માટે વિદેશથી બંગાવેલ આ બેલ્ટ ગાયના ગળામાં બાંધવામાં આવશે આ બેસ્ટમાં એવી ટેકનોલોજી છે કે જો પશુપાલક ની ગાય બીમાર પડવાની હશે તો બે દિવસ અગાઉ તેની જાણ અમૂલ, એઆઈ કર્મચારી, તથા ગાયના માલીકને થઈ જશે.તથા ગાય વેતરમાં આવવાની હશે તેની જાણ પણ ઘરે બેઠા પશુપાલકને થઈ જશે.ખરેખર આવનારા સમયમાં અમૂલ દ્વારા વિદેશથી મંગાવેલા આ બેલ્ટ પશુપાલકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.