Home ગોધરા અસલામત વીજપોલ હટાવવામાં MGVCLના આંખ આડા કાન

અસલામત વીજપોલ હટાવવામાં MGVCLના આંખ આડા કાન

171
0
ગોધરા : 12 માર્ચ

પંચમહાલનું મહેલોલ તે એક સમયે રાજકારણનું એપીસેન્ટર કહેવાતુ, અહીથી સાંસદ, મિનિસ્ટર, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચા. સભ્યો, APMC ચેરમેનો, સરપંચ સંધના પ્રમુખ, નાયબ કલેક્ટર, મામલતદારો, પ્રોફેસરો, રાષ્ટ્રપતિ વિવિધ એવોર્ડ ચંદ્રક વિજેતાઓ વગેરે મહેલોલની પ્રજાને નસીબમાં મળ્યા છે. પરંતુ આ પ્રજાને સલામત વીજપોલ નસીબમાં મળતો નથી.!છેલ્લા 6 મહિના ઉપરાંથી મુખ્ય બજારની વચ્ચે આવેલ વીજપોલ આ જ હાલતમાં છે..!

જાહેર પ્રજાની અસલામતી માટે કોણ જવાબદાર? તાજેતરમાં આ ગામના રહેવાસી માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણએ TV ઇન્ટરવ્યૂમાં જણાવેલ કે, મારી સરકારમાં મારાથી વધુ ના બોલાય પણ કોન્ટ્રાક્ટરો અને એજન્ટોએ ભ્રષ્ટ્રાચારની માજા મુકી છે, તેઓની વાતને આ વીજપોલ તદ્દન સાચી ઠેરવે છે?

અહેવાલ:  કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here