Home દુનિયા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા થયા કોરોના સંક્રમિત

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા થયા કોરોના સંક્રમિત

164
0
વિશ્વ : 14 માર્ચ

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. એક સમયે અમેરિકામાં રોજના બે લાખથી વધુ કેસ નોંધાતા હતા.

અમેરિકાના બે વખત રાષ્ટ્રપતિ રહી ચૂકેલા બરાક ઓબામા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે હું કોરોના પોઝિટિવ થયો છું. મને થોડા દિવસોથી ગળામાં દુખાવો છે, પરંતુ હું ઠીક અનુભવું છું.

ટ્વિટમાં તેમણે એમ પણ લખ્યું કે, મેં અને મિશેલે રસી લઈને ઠીક કર્યું છે. મિશેલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે લોકોને રસી લેવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે જો તમે રસી નથી લીધી તો લેવા યાદ અપાવું છે, ભલે કેસ ઓછા હોય. તેમનો કહેવાનો મતલબ એ છે કે કોરોના હજી ગયો નથી.

Source : Twitter 

અહેવાલ: પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here