Home Trending Special અંબાજી મંદિરના ચાચર ચોકમાં સિદ્ધપુરના શ્રી શકિત મંડળના ભજન કીર્તન યોજાયા

અંબાજી મંદિરના ચાચર ચોકમાં સિદ્ધપુરના શ્રી શકિત મંડળના ભજન કીર્તન યોજાયા

139
0
અંબાજી: 17 ફેબ્રુઆરી

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું અંબાજી મંદિર ઉપર 358 નાના-મોટા સુવર્ણ કળશ લાગેલા તાજેતરમાં અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે અંબાજી મંદિરના ચાચર ચોકમાં નૃત્ય મંડપ પાસે ભજન કીર્તન, ભજન મંડળીઓ કરી શકશે જે અનુસંધાને સિધ્ધપુર થી ત્રણ પેઢી થી અવિરત ચાલતા શ્રી શકિત મંડળની જગતજનની જગદંબાના ધામમાં અનોખી ભક્તિ જૉવા મળી હતી. અંબાજી ખાતે આનંદ ગરબા પરિવાર દ્વારા પણ રોજ બહુચર મા ના ભજન કીર્તન કરવામાં આવે છે.સિદ્ધપુર નાં શ્રી શકિત મંડળ ની સ્થાપના શ્રી ચંદુલાલ આચાર્ય એ કરી હતી ત્યાર બાદ તેમનો વારસો તેમના પુત્ર રોહિત ભાઈ આચાર્ય અને પુનિત ભાઈ આચાર્ય એ જાળવી રાખ્યો છે.

અંબાજી ખાતે છેલ્લા 75 વર્ષ થી સિધ્ધપુરના ત્રણ પેઢી થી ચાલતા શ્રી શકિત મંડળ દ્વારા અંબાજી ખાતે આવેલ મુંબઈ વાળી ધર્મશાળામાં મહાસુદ તેરસ થી પૂનમ સુધી માતાજીને કાલા ઘેલા ભજનો ગઈ માતાજી ની ભક્તિ કરે છે. શ્રી શકિત મંડળ દ્વારા મહા સુદ તેરસનાં દિવસે દિવસ દરમિયાન માતાજી ના ભજન કરી સાંજ ના સમય કોટેશ્વર ખાતે સરસ્વતી નદીના ગૌ મુખ ની પૂજન અર્ચન કરે છે ત્યાર બાદ ચૌદસ નાં દિવસે સાંજે ગબ્બર ગોખ પર પગપાળા જઈ ને ઘજા રોહોણ કરે છે ત્યાર બાદ પૂનમ દિવસે સાંજે સમગ્ર શહેરમાં માતાજી ની સવારી નીકળી માતાજીના ચાચર ચોકમાં ગરબા કરે છે

અહેવાલ : અલકેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here