Home Trending Special અંબાજી ખાતે ગ્રાહક સલાહ – સુરક્ષા કેન્દ્ર માં ફરજ બજાવતા વિપુલ ભાઈ...

અંબાજી ખાતે ગ્રાહક સલાહ – સુરક્ષા કેન્દ્ર માં ફરજ બજાવતા વિપુલ ભાઈ ગુર્જર દ્વારા માતૃ – પિતૃ પૂજન દિવસ ના શુભ અવસરે તરછોડાયેલા વૃદ્ધો ને અંબાજી ની યાત્રા કરાવી જન્મદિવસ ની ઉજવણી કરી

157
0
અંબાજી: 14 ફેબ્રુઆરી

યાત્રાધામ અંબાજી ખાતે ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી/દાંતા ફરજ બજાવતા વિપુલભાઈ ગુર્જરે જણાવ્યું હતું કે માતૃ – પિતૃ પુજન દિવસ આજના શુભ દિવસે મને લાગ્યુ કે જીવ માત્રની સેવા પરમોધર્મનુ પલ્લું ભારે રાખવું તે બરાબર જીવન શૈલી ચાલી રહેલ છે. આમતો મારું સતકર્મ હું દરજોજ કરતોજ હોઉં છું પરંતુ માતૃ – પિતૃ પુજન દિવસ આજના શુભ દિવસે અને સાથે સાથે મારા આજે જન્મદિવસના રોજ બહાર જાઉં અને સમાજથી વંચિત સમુદાયને મળું તેવા વિચારમાં હતો ત્યાંતો માતાજીએ મારા પરમ મિત્ર પારસ સોની (સમાજ સેવક ધાનેરા) ને ફોન કરવાની પ્રેરણા કરી હશે અને ફોન આવ્યો વાતચીતના અંતે ૧૪ ફેબ્રુઆરી (મારો જન્મ દિવસ) 52 વર્ષ પુરા થયા છે આ સમયે ૫૨ સીનીયર સીટીઝન વૃધ્ધો જેવા કે, કોઈને છતા સંતાને તરછોડી દીધા હોય, કોઈને સંતાનાજ ના હોય, કોઈ સમાજથી પણ તરછોડાયેલા હોય, કોઈએ ગામ શિવાય મોટું શહેર પણ જોયુ ના હોય કોઈનું આગળ-પાછળ કોઈના હોય આવા અસરગ્રસ્ત વડીલોને અંબાજી મંદિર ની યાત્રા કરાવવી વાતથી એકના ઠેકાણે બે-બે સમાજસેવક ભેગા થયા આજે આ વડીલોના અમો પુત્ર બની યાત્રાના નિમિત્તે અનેરા આનંદમાં ચાર ચાંદ લાગી ગયા અને અને વડીલ વડીલો માતા-પિતા યાત્રા કરાવી ને તેમના ચરણકમલ થી આશીર્વાદ લઈને વિપુલભાઈ ગુજરે જન્મદિવસની ઉજવણી કરી હતી

@@ “ જેનું કોઈ નથી તેનો ભગવાન છે” @@
તે કહેવત સાર્થક પ્રભુ કરાવે છે તેવો અહેસાસ બંને મિત્રોને ભગવાને કરાવ્યો અમને નિમિત્ત બનાવ્યા.
આભાર પારસભાઈ સોની અને ટીમનો…
આભાર શ્રી શક્તિ ખાદી ગ્રામોધ્યોગ સંઘ અને ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી/દાંતા ટ્રસ્ટીશ્રો અને સ્વયમ સેવકો સ્ટાફને.
આભાર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનો આવા સેવાકીય કાર્યમાં અમને સાથ અને હુંફ પૂરી પાડવા બદલ.
સહુને જય માતાજી …
ધન્યવાદ મારા જન્મ દાતાઓને કે મારા સેવાકીય કાર્યમાં મને પ્રોત્સાહન પુરુપાડી આંનદ અનુભવે છે તેમનું કહેવું છે કે રૂપિયાનો મોહ ના રાખતા સત્કર્મનો મોહ રાખજો અંતે તેજ સાથે આવશે માતૃ-પિતૃ દેવો ભવ…

અહેવાલ : અલકેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here