Home ક્ચ્છ અંજાર શહેર માં એકતા નગર મધ્યે આવેલ ૩ દાયકા જૂનું અંકલેશ્વર મહાદેવ...

અંજાર શહેર માં એકતા નગર મધ્યે આવેલ ૩ દાયકા જૂનું અંકલેશ્વર મહાદેવ મંદિર નો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

158
0
ક્ચ્છ : 22 એપ્રિલ

અંજાર શહેર માં એકતા નગર મધ્યે આવેલ ૩ દાયકા જૂનું અંકલેશ્વર મહાદેવ મંદિર નો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં શાસ્ત્રી શ્રી દિનેશભાઈ રાવલ તથા કપિલભાઈ ત્રિવેદી દ્વારા પૂજા વિધિ કરાઇ હતી અને જળયાત્રા નું પ્રસ્થાન સંત શ્રી ત્રિકમદાસજી મહારાજ તથા કીર્તિદાસજી બાપુ દ્વારા કરાઇ હતી અને તેમના આશીર્વચન નો પણ લાભ દર્શનાર્થી ઓ એ લીધો હતો આ જૂનું મંદિર ખંડિત હોવાથી ત્યાં એકતા નગર, ગાયત્રી સોસાયટી,ગંગોત્રી સોસાયટી, જન્મોત્રી સોસાયટી ના લોકો એ મળી અને એક અંકલેશ્વર મહાદેવ મંદિર કમિટી રચી હતી અને એ કમિટી દ્વારા ખુબજ મહેનત કરી અને ઘણાય દાતા ઓનાં સહયોગ થી મહાદેવ નું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું જેની પ્રતિષ્ઠા મહોત્સવ માં ગુજરાત રાજ્ય ના પૂર્વ મંત્રી શ્રી વાસણભાઇ આહિર,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી વી.કે.હુંબલ , કચ્છ જીલ્લા પંચાયત ના વિપક્ષ નેતા ના પ્રતિનિધિ રમેશભાઈ ડાંગર , અંજાર નગરપાલિકા ના પ્રમુખ શ્રી લીલાવંતી બેન પ્રજાપતી , કચ્છ પાટણ જિલ્લા ના આહીર સમાજ ના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ વી આહીર , અંજાર શહેર ભાજપ ના પ્રમુખ શ્રી ડેનીભાઈ શાહ અંજાર શહેર કોંગ્રેસ ના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ દરજી ,અંજાર નગરપાલિકા ના ઉપપ્રમુખ શ્રી બહાદુરસિંહ ડી જાડેજા, અંજાર નગર પાલિકા ના શાસકપક્ષ નેતા શ્રી સુરેશભાઈ ટાંક, અંજાર શહેર ના સિનિયર અને જાણીતા તબીબ શ્રી ડો.શ્યામ સુંદર સાહેબ , અંજાર શહેર ના જાણીતા તબીબ શ્રી અલ્પેશભાઈ સોરઠીયા ગાંધીધામ શ્રી હરી હોસ્પિટલ ના ડોકટર શ્રી સુથાર સાહેબ અને આર એસ એસ ના આગેવાન શ્રી મહેશભાઈ ઓઝા, અંજાર આઇ.બી વિભાગ ના પી.આઈ શ્રી લાભશંકર ભટ સાહેબ ,વેલસ્પન કંપની ના ડાયરેક્ટર શ્રી જોશી સાહેબ, અંજાર શહેર ના પત્રકાર શ્રી ઓ અને આ સિવાય બજરંગ દળ ,હિન્દુ યુવા સંગઠન ,વિશ્વ હિન્દુ પરિષદ , ભારત વિકાસ પરિષદ તથા અન્ય સંસ્થા ના આગેવાનો એ પણ પોગ્રાંમ હાજરી આપી હતી અને આ પ્રોગ્રામ માં અંજાર શહેર ના તમામ ધર્મ પ્રેમી લોકો એ પણ હાજરી આપી હતી પ્રોગ્રામ માં ૧૯ તારીખે રાત્રે દાંડિયારાસ ૨૦ તારીખે રાત્રે સંતવાણી અને ૨૧ તારીખે રાત્રે મહા પ્રસાદ નું આયોજન રખાયું હતું જેમાં સંતવાણી માં નિલેશભાઈ ગઢવી તથા શીતલબેન બારોટ, ડો.રણજીતસિંહ વાંક , પંકજભાઈ મારાજ વગેરે કલાકારો એ જોરદાર જમાવી હતી જે વેગળ સાઉન્ડ અંજાર ના પ્રવીણભાઈ વેગળ ના સથવારે યોજાઈ હતી અને તેમાં સર્વે ધર્મ પ્રેમી લોકો એ મન મૂકી ને ઘોર નો વરસાદ કર્યો હતો તથા દાંડિયારાસ દીપકભાઈ વાઘાણી તથા સીમાબેન રાવલ ની ટીમ દ્વારા જમાવવા માં આવ્યા હતા જે શ્યામ સાઉન્ડ દિલીપભાઈ પ્રજાપતી ના સથવારે યોજાયા હતા અને આ પોગ્રાંમ માં અંકલેશ્વર મહાદેવ મંદિર કમિટી ના ૧૫ લોકો એ એક સાથે વ્યસન મૂકવા નો સંકલ્પ કરાયો હતો જેથી આ ૩ દિવસ આજુબાજુ ની સોસાયટી ઓમા ખુબજ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો જે અંકલેશ્વર મહાદેવ મંદિર કમિટી ના પ્રમુખ શ્રી ભરતભાઈ વી આહીર ની યાદી માં જણાવવા માં આવ્યું હતું

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here