Home ક્ચ્છ અંજાર શહેર તાલુકા ક્ષત્રિય સમાજ તથા યુવા સભા, કરણી સેના દ્વારા રેલી...

અંજાર શહેર તાલુકા ક્ષત્રિય સમાજ તથા યુવા સભા, કરણી સેના દ્વારા રેલી સ્વરૃપે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

203
0
કચ્છ : 8 એપ્રિલ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળાઓ અને પરીક્ષા પહેલા જ પેપર લીક ના દાખલાઓ અંગે યુવરાજસિંહ જાડેજા એ મીડિયાના માધ્યમથી ઉજાગર કરી રહ્યા હતા યુવરાજસિંહ ઉઠાવેલા અવાજના કારણે બિન સચિવાલય ક્લાર્ક થી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી હતી ભવિષ્યની સુરક્ષા માટે ન્યાય આપવા બાબતે સરકારી ભરતીઓ માં થતા ગેરરીતિ બાબતે યુવરાજસિંહ જાડેજા દ્વારા લડત આપવામાં આવી હતી રાજ્યના યુવાઓના પ્રશ્નો રજૂ કરતાં યુવરાજસિંહ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં સરકારી ભરતીઓ માં થતા કૌભાંડોને પ્રકાશિત કરીને એક રીતે ગુજરાત સરકારની મદદ કરી છે એમને ન્યાય આપીને સરકાર સાચા ગુનેગારોને પકડવા જોઈએ અને યુવરાજ સિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામાં લગાવેલા 307 અને 332 જેવી કલમો લગાવીને તેમની ધરપકડ કરવી ન જોઈએ.

તાત્કાલિક તેમના પર લગાવેલ કલમો દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આજે અંજાર ખાતે આવેલી નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ તકે અંજાર શહેર તાલુકા ક્ષત્રિય સમાજ અંજાર શહેર તથા તાલુકા યુવા સભા અંજાર શહેર તથા તાલુકા કરણી સેના અંજાર શહેર તથા તાલુકામાં સભા દ્વારા રેલી સ્વરૃપે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here