હળવદ : 27 માર્ચ
હળવદમાં આવેલ મૂળી તાંબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર (નવું)ના ૧૫માં વાર્ષિક પાટોત્સવના ઉપલક્ષમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા અને ચરિત્રો થી ભરપુર ગ્રથરાજ શ્રીમદ્ સત્સંગીજીવન કથા પારાયણ અને સત્સંગ સભા સપ્ત દિવસીયનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા
શહેરના સ્વામીનારાયણ નગરમાં આવેલ શ્રી સ્વામીનારાયણ મંદિર (નવું )ના ૧૫મો વાર્ષિક પાટોત્સવ મહોત્સવ તા,૨૧-થી-૨૭-૦૩ સુધી યોજાયો હતો જેમાં શ્રીમદ્ સત્સંગીજીવન કથા પારાયણમાં ઘન્શયામ જન્મોત્સવ, ડ્રાયફ્રુટનો અભિષેક,ગાદીપટ્ટા અભિષેક,રાજોપચાર પુજા, રાસોત્સવ,હીડોળા ઉત્સવ,પોથી યાત્રા,ઘનશ્યામ બાલ-બાલિકા મંચ,શ્રીહરિ પ્રાગટ્યોતસ્વ અને પાટોત્સવ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા
આ કથાના મુખ્ય યજમાન તરીકે અમરશીભાઈ પ્રભુભાઈ ધારીયા પરમાર હસ્તે ગં.સ્વ રતનબેન અમરશીભાઈ ધારીયાપરમાર પરિવાર રહ્યો હતો આ કથાના વક્તા શ્રી દિવ્ય પ્રકાશ દાસજી સ્વામી (ચરાડવા)અને શ્રી વ્રજ વલ્લભદાસજી સ્વામી (મુળીધામ)કથાનું રસપાન કરાવ્યું હતું આ કાર્યક્રમના પ્રેરક શ્રીજી સ્વરૂપ દાસજી સ્વામી સ્વામિનારાયણ મંદિર(નવું)હળવદ વાળા સહિત મહોત્સવમાં ધામોધામથી સંતો-મહંતો સાંખ્યયોગી માતાઓએ પધારી આશીર્વચન આપ્યા હતા સાથે જ દરેક સત્સંગી બંધુઓ તેમજ ધર્મ પ્રેમી જનતા સહિત અનેક રાજકીય મહાનુભવો આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા
આ મહોત્સવને સફળ બનાવવા સ્વામિનારાયણ મંદિરના સ્વામી શિષ્ય મંડળ તથા સત્સંગી મંડળ એ ભારે જહેમત ઉઠાવી હતી.