Home સુરેન્દ્રનગર મુળી તાલુકાના દીગસર પાસે આઈ.ઓ.સી. દ્વારા મોકડ્રીલ યોજાઈ

મુળી તાલુકાના દીગસર પાસે આઈ.ઓ.સી. દ્વારા મોકડ્રીલ યોજાઈ

197
0
સુરેન્દ્રનગર : 10 માર્ચ

મુળી તાલુકાના દિગસર પાસે પાઈપ લાઇન લીકેજ હોવાના કારણે આપત્તિ સમયે લેવાના રહેતા તકેદારીના પગલાં અને તાત્‍કાલિક કરવાની રહેતી બચાવ કામગીરી અંગે આઇ.ઓ.સી. દ્વારા મોકડ્રીલ યોજાઇ હતી.

આ મોકડ્રીલમાં વિવિધ નિદર્શનો રજુ કરી બચાવ કામગીરી અંગે સમજણ આપવામાં આવી હતી. પાઈપ લાઈન લીકેજ થતી હોય કે રીપેરીંગ કરતી વખતે આગ લાગે ત્‍યારે આપત્તિ આવ્‍યા બાદ કેવી સાવચેતી રાખવી જોઈએ તે બાબતે પણ મહત્‍વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. પાઈપ લાઈન લીકેજ હોય ત્‍યારે આપત્તિ સમયે લોકોને કઈ રીતે બચાવ કરવો જોઇએ તે વિષે પણ સવિસ્‍તાર સમજણ આપવામાં આવી હતી. ઘાયલ થયેલ લોકોને આપવાની થતી પ્રાથમિક સારવાર બાબતે પણ માહિતગાર કરવામાં આવ્‍યા હતા. આપત્તિ સમયે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે અંગેનું નિદર્શન પણ કરવામાં આવ્‍યું હતું.


આ કાર્યક્રમમાં આઈ.ઓ.સી.ના અધિકારી વિજય જૈન, શિવમ પટેલ, ઇન્ડસ્ટ્રિયલ સેફટી હેલ્થ આસિસ્ટંટ ડાયરેક્ટર ડી.કે. પટેલ, ફેકટરી ઇન્‍સપેકટર વાય.વી. પટેલ, ડીઝાસ્‍ટર કચેરીના નિલેશ પરમાર, મુળી મામલતદાર કચેરીના  એમ.એસ. પઢિયાર, નગરપાલિકા, ફાયરબ્રીગેડ તથા પોલીસ કર્મચારીઓ, આઇ.ઓ.સી.ના કર્મચારીઓ સહિત નાગરિકો ઉપસ્‍થિત રહયા હતા.

અહેવાલ:  સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here