Home પાટણ પાલિકા તંત્ર દ્વારા કેનલ પર દિવાલ ચણતા ગરીબ પરિવારને હાલાકી….

પાલિકા તંત્ર દ્વારા કેનલ પર દિવાલ ચણતા ગરીબ પરિવારને હાલાકી….

203
0

પાટણ: 26 મે


રેલવે ના બીજા ગરનાળા થી આનંદ સરોવર બ્રહ્મા તરફ જવા ના રસ્તે હાશાપુર થી પાણી ના નિકાલ માટે વર્ષો થી એક કાચી કેનાલ આવેલ છે આ કાચી કેનાલ પર વર્ષો થી કેટલાક પરિવારો રહે છે પાટણ નગર પાલિકા દ્વારા અહી કેનાલ રીપેરીંગ સાથે બને બાજુ દીવાલ બનાવવા ની કામગીરી ચાલી રહી છે ત્યારે રામ પાર્ક ચિત્રકૂટ પાસે છાપરા અને પાકા મકાનો બાધી ગેરકાયદે રહેતા કેટલાક પરિવારો માટે આવન જાવન કરવું મુશ્કેલ બન્યું છે હાલ તેઓ દીવાલ બનવાથી રોડ પર નો સંપર્ક ખોરવાયો છે ત્યારે આ પરિવારો માટે કોઈ વ્યવસ્થા થાય તે જરૂરી છે દીવાલ પાકી તો બની ગઈ છે પણ નેતાઓ દીવાલ તોડવા ની પરોક્ષ રીતે ઈશારો કરે તો નવાઈ નહિ બીજી બાજુ ચોમાસા ને હવે 20 દિવસ રહ્યા છે ત્યારે અહી વરસાદી પાણી ના નિકાલ માટે પણ વિચારવું પડશે ત્યારે હવે આ પરિવારો નું શું એ મોટો પ્રશ્ન ઊભો થયો છે

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here