Home કાલોલ કાલોલમાં આગામી મહિનામાં સરકારી અનાજ મેળવવામાં લાભાર્થીઓને રાહ જોવી પડશે ??

કાલોલમાં આગામી મહિનામાં સરકારી અનાજ મેળવવામાં લાભાર્થીઓને રાહ જોવી પડશે ??

97
0

કાલોલ તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં આગામી માસ માટે આવેલ સરકારી ગોડાઉનમાં આવેલા પરમીટ મુજબના સસ્તા અનાજના જથ્થા પૈકી તુવેર દાળના જથ્થાનો સેમ્પલ ફેઈલ જતાં હવે 19 ટન તુવેર દાળનો જથ્થો પરત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેને પગલે આગામી માસમાં સરકારી અનાજ મેળવતા લાભાર્થીઓ તુવેર દાળથી વંચિત રહેવાની ભીંતી સર્જાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકામાં આવેલી 68 સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ કરવા પાત્ર સસ્તા અનાજનો જથ્થો વિતરણ કરવા માટે સિસ્ટમ મુજબ દર મહિના પૂર્વે જિલ્લામાંથી તાલુકાના પુરવઠા વિભાગના ગોડાઉન ખાતે પહોંચાડવામાં આવે છે. જ્યાંથી દરેક સંચાલકોના કેન્દ્ર ખાતે પહોંચ્યા પછી વિવિધ સરકારી દુકાનો પરથી લાભાર્થીઓને વિતરણ કરવામાં આવે છે. જે અંતગર્ત ડિસેમ્બર મહિનામાં વિતરણ કરવાપાત્ર સસ્તા અનાજના જથ્થો પુરવઠા વિભાગના ગોડાઉનમાં નવેમ્બર માસમાં આવેલ હોય એ જથ્થા પૈકીનો તુવેર દાળનો જથ્થોનો સેમ્પલ સરકારી ગોડાઉન વિભાગ દ્વારા ગત 7 નવેમ્બરના રોજ પંચમહાલ જિલ્લા વિભાગ અને જિલ્લામાંથી ગાંધીનગર સ્થિત રાજ્ય વિભાગના સેમ્પલ વિભાગને હવાલે કરતા કાલોલ તાલુકાનો તુવેર દાળના જથ્થાનો સેમ્પલ ફેઈલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકાના પુરવઠા વિભાગના ગોડાઉનમાં આવેલો તુવેર દાળનો 19 ટન જથ્થો પ્રકાશ એગ્રો મીલ (અમદાવાદ) ખાતેથી મોકલી આપવામાં આવ્યો હોવાથી સેમ્પલ ફેઈલ જતાં તુવેર દાળનો તમામ જથ્થો જવાબદાર સપ્લાયર્સને પરત કરવામાં આવશે તેવું પુરવઠા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. જેથી હવે તુવેર દાળનો જથ્થો જે તે મીલમાં પરત કરવામાં આવશે અને નવો જથ્થો મોકલાવ્યા પછી ફરી એકવાર તેની સેમ્પલ પ્રક્રિયાઓ કરીને યોગ્ય ચકાસણી બાદ વિતરણ કરવામાં આવશે કે કેમ એ અંગે અનિશ્ચિતતા વર્તાઈ છે. જેથી નવેમ્બર માસમાં દાળના પૈસા ભરવામાં આવ્યા હોય તેવા દુકાનદારોને તુવેર દાળના પૈસા પણ પરત કરવામાં આવશે.

જોકે કાલોલ તાલુકા વિસ્તારમાં પાછલા છ- સાત મહિના પછી પહેલીવાર પરમીટ મુજબ તુવેર દાળનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો. પરંતુ એનો પણ સેમ્પલ ફેઈલ જતાં રાબેતા મુજબ લાભાર્થીઓ તુવેર દાળના જથ્થાથી વંચિત રહેવાની વકી સર્જાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here