Home પાટણ પાટણમાં વિશ્વ મહિલા દિવસની કરાઇ ઉજવણી: વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું કરાયું સન્માન….

પાટણમાં વિશ્વ મહિલા દિવસની કરાઇ ઉજવણી: વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું કરાયું સન્માન….

149
0
પાટણ : 8 માર્ચ

પાટણ એ.પી.એમ.સી. હૉલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓને પ્રશસ્તિપત્ર, માતા યશોદા એવોર્ડ તથા વ્હાલી દિકરી યોજના સહિતના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત રમતગમત તથા કળા ક્ષેત્રે વિશિષ્ઠ યોગદાન આપનાર મહિલાઓને પુરસ્કાર, શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગરને માતા યશોદા એવોર્ડ તથા રસીકરણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર મહિલા આરોગ્યકર્મીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.ઉપરાંત વરિષ્ઠ ગંગા સ્વરૂપા મહિલાઓના સન્માનની સાથે સાથે જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિમણૂંકપત્ર, વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત દિકરી વધામણા કિટ તથા મહિલા સ્વાવલંબન યોજનના લાભાર્થીને રૂ.1.50 લાખની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાટણ જિલ્લા આઇસીડીએસ વિભાગ દ્વારા એપીએમસી હોલ ખાતે આંગણવાડી કેન્દ્રમાં બાળકોને અપાતી પોષણક્ષમ કીટ માંથી વિવિધ વાનગીઓ તૈયાર કરી તેનો સ્ટોલ કાર્યરત કરાયો હતો જે સ્ટોલની અધિકારીઓએ મુલાકાત લીધી હતી.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here