પાટણ : 29 ઓગસ્ટ
રાજ્યના આરોગ્ય કર્મચારીઓ કોરોના વોરિયર્સના ભથ્થા , ગ્રેડ પે સહિતના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે લડી લેવાના મુડમાં છે . ત્યારે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અપાયેલા આદેશ અનુસાર આજે છેલ્લા 20 દિવસથી ચાલતી આરોગ્ય કર્મચારીઓને હડતાલના કર્મચારીઓ ન્યાય મળે તે માટે સરકારને જગાડવા માટે પાટણ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપી કોરોના કાળમાં પ્રજાજનોની સેવા કરતા સ્વર્ગવાસ થયેલા 61 આરોગ્ય શાખાના શહીદવીર ભાઈ બહેનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી .
આવેદનપત્ર આપી રજૂઆત કરી આરોગ્ય કર્મચારીઓની વિવિધ પડતર માગણીઓના નિરાકરણ માટે મહાસંઘ દ્વારા રાજ્યકક્ષાએ , જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવા સહિતના અનેક કાર્યક્રમો અગાઉ યોજાઈ ચૂકયા છે તેમ છતાં માંગણી સંતોષાઈ ન હોઈ રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે લડી લેવાનુંક મન બનાવી લેતા છેલ્લા 20 દિવસથી ચાલતી આરોગ્ય કર્મચારીઓને હડતાલ મા કર્મચારીઓ ન્યાય મળે તે માટે સરકારને જગાડવા માટે શહેર ના સિંધવાઈ માતાજી મંદિરે એકત્ર થઈ સુત્રોચાર કરી રેલી કાઢી પાટણ જિલ્લા કલેક્ટર , ડીડીઓ અને આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી . તો કોરોના કાળમાં પ્રજાજનોની સેવા કરતા સ્વર્ગવાસ થયેલા 61 આરોગ્ય શાખાના શહીદવીર ભાઈ બહેનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
પાટણ એફએસડબલ્યુ યુનિયનના પ્રમુખ ભીખીબેન જોષીએ જણાવ્યું હતું કે . અમારી ત્રણ માંગણીઓ છે જે આજ દિન સુધી એક પણ માંગ સંતોષાઈ નથી એટલે સરકાર ઉપર વિશ્વાસ રહો નથી.જ્યાં સુધી જી આર અને ઠરાવ નહીં થાય ત્યાં સીધી અચોક્કસ મુદત ની હડતાલ ચાલુ રહેશે . અત્યાર સીધી ગાંધી ચીંધ્યા માર્ગે હડતાલ કરી રહ્યા છે.જો સરકાર અમારી માગણી નહીં સંતોષે અને અમને ટેક્નિકલ ગણી ગ્રેડ પે નહીં સુધારે તો અમે એકલા નહીં પણ અમારા પરિવાર સાથે ધરણા કરીશું અમારી માંગ લઈ ને રહીશું જ્યાં સુધી ટેક્નિકલ જીઆર અને ઠરાવ નહીં ત્યાં સુધી અમે હડતાલ સમેટવાના નથી.