Home પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં આતંરરાષ્ટ્રીય જૈવ-વિવિધતા દિવસ ઉજવવામાં આવ્યો

રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં આતંરરાષ્ટ્રીય જૈવ-વિવિધતા દિવસ ઉજવવામાં આવ્યો

144
0

પાટણ: 23 મે


રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
આજ રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટરમા “આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ” નું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આ દિવસનું આયોજન કરવામાં આવે છે, જ્યાં દર વર્ષે આ દિવસ ૨૨ મે, ના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષનો વિષય “બધા જીવન માટે વહેંચાયેલ ભવિષ્યનું નિર્માણ”


રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ બાળકો તથા આવેલ તમામ જાહેર જનતાનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓએ આવેલા બાળકો તથા જાહેર જનતાને આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ વિશેની વિસ્તૃતમાં મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે, પૃથ્વી પર હજાર જીવ જંતુઓ અને પર્યાવરણ ના વચ્ચે સંતુલન બની રહે તે માટે “આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ” ઉજવવામાં આવે છે. કોરોનાની મહામારી પછી આંતરરાષ્ટ્રીય સ્તરે જૈવ વિવિધાતાંની ગંભીર ચિંતન ની શરૂઆત થઈ હતી અને પર્યાવરણ ની સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે વનવિભાગની સહકારથી વિલુપ્ત થતી પ્રજાતિઓને સંરક્ષણ આપવામાં આવ્યું છે. જૈવ વિવિધતા નું તાત્પર્ય જુદા જુદા પ્રકારના જીવ જંતુ અને છોડ વૃક્ષ ના અસ્તિત્વ બચાવવા માટેનું છે. આની ઉણપથી પુર, દુકાળ,વવાજોડ, જેવી કુદરતી આફતોનો ખતરો બની જાય છે. તેથી આપણે પ્રકૃતિનું સમ્માન કરીશું ત્યારેજ અસ્તિત્વ બચી શકશે.

જૈવ વિવિધતા પૃથ્વીની અસ્તિત્વની સાથે સાથે માનવ માટે વૈવિધતા પૂર્ણ સેવા ઉપલબ્ધ કરાવે છે. જૈવ વિવિધતાના કારણેજ વિવિધ ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. જેમ,કે ભોજન,ઔષધિ, ઈંધણ, વગેરે જૈવ વિવિધતા જે પૃથ્વીનું પ્રદૂષણ નિયંત્રણ કરે છે. પૃથ્વીનું સંરક્ષણમાં પણ મહત્વનું યોગદાન આપે છે. ત્યાર બાદ ઇનોવેશન કોઓર્ડિનેટર યશ હિંગુ, ઘ્વારા વિડિયો-શો ના આયોજન કરવામાં આવ્યું હતું. ટૂર ગાઇડ પ્રિયા ઠક્કરે વિવિધ પ્રકારની જૈવવિવિધતા પર વક્તવ્ય આપ્યું હતું અને વિપુલ પ્રજાપતિ દ્વારા કાર્યક્રમની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. જાહેર જનતાએ જૈવ વિવિધતાનું કેટલુ મહત્વનું છે તેની મહિતી થી આશ્ચર્ય અનુભવ્યો હતો .

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here