Home સાબરકાંઠા  દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાબરકાંઠાના પાલ-દઢવાવનાઆદિવાસી ક્રાંતિવીરોની કથા ઉજાગર કરતો ટેબ્લો દેખાશે…

 દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાબરકાંઠાના પાલ-દઢવાવનાઆદિવાસી ક્રાંતિવીરોની કથા ઉજાગર કરતો ટેબ્લો દેખાશે…

163
0
સાબરકાંઠા: 22 જાન્યુઆરી

ભારત રાષ્ટ્ર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાત આ વર્ષે 26 મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાત ના આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરશે.” ગુજરાત ના આદિવાસી ક્રાંતિવીરો “ વિષયક ટેબ્લોમાં ઉત્તર ગુજરા તના સાબરકાંઠા જિલ્લાના પાલ અને દઢવાવ ગામ માં અંગ્રે જોએ જલિયાંવાલા બાગ કરતાં પણ વધુ ભીષણ હત્યાકાંડ સર્જ્યો હતો,જેમાં 1200 જેટલા આદિવાસી ઓ શહીદ થયા હતા.અત્યાર સુધી અજાણી રહેલી આ ઐતિહાસિક ઘટનાને 100 વર્ષ થઇ રહ્યા છે ત્યારે ગુજ રાત સરકાર ટેબ્લોના માધ્યમથી ગુજરાતના આદિવાસી ઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે.જલિયાંવા લા બાગ કરતાં પણ ભીષણ પાલ-દઢવાવની આ ઐતિહા સિક ઘટના શું છે..?

આઝાદીના અમૃત મહોત્સવ પર્વે જલિયાંવાલા બાગ કરતાં પણભીષણ ગુજરાતની ઘટના વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરાશે…

આજથી 100 વર્ષ પહેલાંની આ વાત… તા. 7મી માર્ચ 1922. ગુજરાતના અંતરિયાળ વિસ્તાર – સાબરકાંઠા જિલ્લામાં ભીલ આદિવાસીઓની વસ્તીવાળા ગામો પાલ, દઢવાવ, ચિતરીયાના ત્રિભેટે હેર નદીના કાંઠે ભીલ આદિવાસીઓ જમીન મહેસુલ વ્યવ સ્થા, જાગીરદારો અને રજવાડાના કાયદાઓનો વિરોધ કરવા મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં એકત્ર થયા હતા.આદિવાસી બહુમતીવાળા કોલિયારી ગામમાં,વણિ ક પરિવારમાં જન્મેલા મોતીલાલ તેજાવત કરુણા, આત્મીયતા અને નિર્મળ પ્રેમના ગુણો ધરાવતા સાહસિક અને સ્વાભિમાની વ્યક્તિ હતા.આદિવાસીઓ પર થતા બેસુમાર અત્યાચાર અને શોષણના વિરોધમાં તેમનામાં સંવેદનાની સરવાણી ફૂટી હતી.સત્ય,વફાદારી,સમર્પણ અને વિશ્વાસ જેવા તેમના સદ્ગુણો આદિવાસીઓનેે સ્પર્શી ગયા હતા.આદિવાસી કિસાનોમાં એકતા માટે, તેમનામાં રહેલા સામાજિક દુષણોને નાથવા માટે શ્રી મોતીલાલ તેજાવતે પ્રયત્નો કર્યા હતા.બ્રિટિશ તંત્ર અને દેશી રજવા ડાઓને શ્રી મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં ભીલ આદિવા સીઓની એકતા અને પ્રવૃત્તિઓ વિઘાતક લાગી હતી…

ગુજરાતમાં 1919 ની 13મી એપ્રિલે પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં 600 જેટલા નિર્દોષ નાગરિકોની હત્યા થઈ હતી…1920 માં કલકત્તામાં પૂ. ગાંધીજીએ અસહકાર આંદોલનની શરૂઆત કરી દીધી હતી.સમગ્ર દેશમાં આઝાદીના સંગ્રામનાની શરૂઆત થઈ ગઈ હતી.ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં,અરવલ્લીની ગિરિમાળાઓમાં ખુમારીભર્યું જીવન જીવતા ભીલ આદિવાસીઓમાં પણ અંગ્રેજો અને સામંતોના શોષણ, આકરા કરવેરા તથા વેઠપ્રથા સામે વિરોધનો સૂર પ્રગટ્યો હતો…

આકર્ષક ટેબ્લોમાં મોતીલાલ તેજાવત સહિત 12 સ્ટેચ્યુ,5 મ્યુરલ,પોશીનાના ઘોડા અને કલાકારોનો જીવંત અભિનય…

હોળીના દિવસો નજીક હતા… તે દિવસે આમલકી અગિયારસ હતી. ‘કોલિયારીના ગાંધી’ તરીકે ઓળખાતા શ્રી મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં આઝાદી ઝંખતા આદિવાસી પ્રજાજનો મેળે મળ્યા હતા, જંગી સભા સ્વરૂપે ભેગા થયા હતા…ત્યાં જ મેવાડ ભીલ કોર્પ્સ (એમ.બી.સી.)નામના બ્રિટિશ અર્ધલશ્કરી દળના હથિયાર બંધ જવાનો જરામરાની ટેકરીઓ પર ગોઠવાઈ ગયા. એમ.બી.સી.ના અંગ્રેજ ઓફિસર મેજર એચ.જી.સટર્ને હજ્જારોની સંખ્યામાં એકત્ર થયેલા આદિવાસીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો.લગભગ 1200 જેટ લા નિર્દોષ આદિવાસીઓ ગોળીએ વીંધાઈ ગયા. આદિવા સીઓના નર્તન અને ઢોલના નાદ મશીનગનમાંથી છૂટથી ગોળીઓના અવાજમાં કાયમ માટે વિલાઈ ગયા… ચોમેર લાશોના ઢગલા ખડકાઈ ગયા.લડાઈના મેદાનની જેમ આ ખું મેદાન લાશોથી ભરાઈ ગયું હતું.બાજુમાં આવેલા ઢેખ ડીયા કુવા અને દુધિયા કૂવા 1200 જેટલા નિર્દોષ આદિ વાસીઓના મૃતદેહોથી ઉભરાઈ ગયા હતા.શ્રી મોતીલાલ તેજાવતને પણ બે ગોળી વાગી હતી,તેમના સાથીદારો તેમ ને ઊંટ પર નાખીને નદી માર્ગે ડુંગરા તરફ લઇ ગયા હતા…

પોશીના ના આદિવાસી લોક કલાકારોનું ગેર નૃત્ય અને લોકબોલીનું ગાયન અને વેશભૂષા આકર્ષણમાં ઉમેરો કરશે…

આજે પણ આ વિસ્તારના આદીવાસી ઓ પોતાના લગ્ન ગીતોમાં આ ઘટનાના ગાણા ગૌરવભેર ગાય છે.જલિયાંવાલા બાગની ઘટનાના ત્રણ વર્ષ પછી ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં બનેલી આ ભીષણ ઘટનાને ઇતિહાસે ભૂલાવી દીધી હતી, પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.ત્યારે તેમણે ઇતિહાસના આ પૃષ્ઠને દુનિયા સમક્ષ ઉજા ગર કર્યું હતું.આ વિસ્તારમાં “શહીદ સ્મૃતિ વન” અને શહીદ સ્મારક આ હત્યાકાંડના સાક્ષી સમા ઉભા છે…

“ગુજરાતના આદિવાસી ક્રાન્તિવીરો”
ગુજરાતના આ ટેબ્લોની વિશેષતા શું છે..?

પ્રજાસત્તાક દિવસની પરેડમાં નવી દિલ્હીના રાજપથ પર પ્રસ્તુત થનારા ગુજરાતના 45 ફૂટ લાંબા,14 ફૂટ પહોળા અને 16 ફૂટ ઊંચા આ ટેબ્લોમાં પાલ-દઢવાવ ના આદિવાસી ક્રાંતિવીરો પર અંગ્રેજોના અંધા ધૂંધ ગોળીબારની ઘટનાને પ્રસ્તુત કરવામાં આવી છે. આદિવાસી નાગરિકો જેને ‘કોલીયારીનો ગાંધી’ કહે છે તે મોતીલાલ તેજાવતનું સાત ફૂટનું આબે હૂબ સ્ટેચ્યુ ટેબ્લોની ગરિમા વધારે છે.ઘોડેસવાર અંગ્રેજ અમલદાર એચ.જી.સટર્નનું સ્ટેચ્યુ પણ શિલ્પકલાનું બેનમૂન ઉદાહર ણ છે…

આ ઉપરાંત ટેબ્લો પર અન્ય છ સ્ટેચ્યુ છે.ટેબ્લો પર છ લાઈવ આર્ટિસ્ટ પણ હશે,જે સ્ટેચ્યુ સાથે ઓતપ્રોત થઈને પોતાના જીવંત અભિનયથી ઘટના ની ગંભીરતાનો આબેહૂબ ચિતાર રજૂ કરશે.ટેબ્લોની ફરતે પાંચ મ્યુરલ છે. શિલ્પકલા અને ચિત્રકલાના અદ્ભુત સમ ન્વયસમા આ મ્યુરલ આદિવાસી ક્રાંતિવીરોની સભાના દ્રશ્યોને અસરકા રક રીતે પ્રસ્તુત કરે છે.ટેબ્લો પર બન્ને તરફ બે કુવા છે,ઢેખ ળીયો કૂવો અને દુધિયો કુવો;કે જે શહીદ આદિવાસીઓ ની લાશોથી ભરાઈ ગયા હતા.તેનું નિરુપણ કરે છે.ટેબ્લો ના અગ્રભાગમાં હાથમાં મશાલ લઈને ક્રાંતિની મિશાલ આપતા ચાર આદિવાસી ક્રાંતિવીરોના સ્ટેચ્યુ છે.ચાર ફૂટ ઊંચા આ સ્ટેચ્યુ સ્વાધીનતા સંગ્રામમાં આદિવાસીઓના શૌર્ય,સાહસ અને સમર્પણને ઉજાગર કરે છે…

સાબરકાંઠા જિલ્લાના આ વિસ્તારમાં આદિવાસી નાગરિકો પોતાની મનોકામના પૂર્ણ થાય તેવા ઉદ્દેશથી દેવને માટીના ઘોડા ભક્તિભાવપૂર્વક અર્પણ કરે છે. માટીકલાના વિશિષ્ટ નમૂનારૂપ વિશેષ પ્રકારના આ ઘોડા સાબરકાંઠા જિલ્લાની ઓળખ છે. ટેબ્લોની બન્ને તરફ આવા બે-બે ઘોડા પ્રસ્તુત કરવામાં આવ્યા છે.ટેબ્લો સાથે સાબરકાંઠા જિલ્લાના જ આદિવાસી કલાકારો નવી દિલ્હીમાં પરંપરાગત ગેર નૃત્ય પ્રસ્તુત કરશે. પરંપરાગત પોષાકોમાં સજ્જ આ 10 જેટલા આદિવાસી કલાકારો પોશીના તાલુકાના છે.પોતાના પૂર્વજોના બલિદાનની આ અભૂતપૂર્વ ઘટનાની પ્રસ્તુતિમાં તેઓ પણ પોતાનું યોગદાન આપશે…

સાબરકાંઠા જિલ્લાના જ વાદ્યકારો અને ગાયકો દ્વારા પરંપરાગત વાજિંત્રોના વાદન સાથે તૈયાર કરવામાં આવેલો મ્યુઝીક ટ્રેક પ્રસ્તુત થશે. આદિવાસી કલાકારો આ સંગીત સાથે ગેર નૃત્યની પ્રસ્તુતિ કરશે.એટલું જ નહીં પાલ-દઢવાવના આદિવાસીઓની શૌર્યગાથાનું વર્ણન કરતાં ગીતો આજે પણ આ વિસ્તારમાં આદિવાસીઓ લગ્ન જેવા શુભ પ્રસંગોએ લોકબોલીમાં ગાય છે અને પોતાના વીર પૂર્વજોનું સ્મરણ કરે છે.મોતીલાલ તેજાવતને ‘કોલીયારી નો વાણિયો ગાંધી’ જેવું સંબોધન કરતું આદિવાસી ઓએ જ લોકબોલીમાં ગાયેલું ગીત પણ ટેબ્લો સાથે પ્રસ્તુત કરાશે…

ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રતિવર્ષ પ્રસ્તુત કરાતા આ ટેબ્લોના નિર્માણમાં સચિવ અવંતિકાસિંઘ,માહિતી નિયામક ડી.પી.દેસાઈ અને વિષય નિષ્ણાત, ઇતિહાસકાર-લેખક વિષ્ણુભાઈ પંડ્યાના માર્ગદર્શનમાં પંકજભાઈ મોદી અને નાયબ માહિતી નિયામક હિરેન ભટ્ટ યોગદાન આપી રહ્યા છે. ટેબ્લોનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ પ્રાઇવેટ લિમિટેડના સિદ્ધેશ્વર કાનુગા કરી રહ્યા છે…

આઝાદીની સુવર્ણ જયંતીના આ અવસરે,આજે 100 વર્ષ પછી ગુજરાતના આદિવાસીઓનો સ્વાધિનતા સંગ્રામ પ્રજાસત્તાક પરેડના માધ્યમથી સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર થઈ રહ્યો છે એ જ આઝાદી માટે શહીદ થઈ ગયેલા ગુજરાતના આદિવાસીઓને સાચી શ્રદ્ધાંજલિ છે…


અહેવાલ: રોહિત ડાયાણી,સાબરકાંઠા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here