અંબાજી : 22 જાન્યુઆરી
સવાર – સાંજ ની લાઇવ આરતી – દર્શન નો લાભ માઈ ભક્તો ને સોશિયલ મીડિયા માધ્યમ થી મળશે…..
યાત્રાધામ અંબાજી ને પોષી પૂનમ પહેલા ગત તા ૧૫ જાન્યુઆરી થી તા.૨૨ સુધી કોરોના મહામારી ની સરકારી ગાઇડલાઈન ને ધ્યાન માં રાખી ને સાવચેતી નાં ભાગ રૂપે બંધ રાખવામાં આવેલ હતું જેની મુદ્દત પૂરી થતાં માઈ ભક્તો આતુરતા થી મંદિર ખુલાવની રાહ જોઈને બેઠા છે ત્યારે ફરી એકવાર અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી નાં વધતા કેસ ની સંખ્યા ને ધ્યાન માં રાખી ને સરકાર ની ગાઈડલાઈન અનુસાર વધુ સંખ્યા માં લોકો ભેગા નાં થાય અને મહામારી વધુ નાં ફેલાય તે માટે મંદિર ને વધુ ૯ દિવસ એટલે કે તા.૨૩ થી ૩૧ જાન્યુઆરી સુધી માઈ ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમજ મંદિર ની સવાર – સાંજ ની આરતી નાં લાઈવ દર્શન ભક્તો ને સોશ્યલ મીડિયા નાં માધ્યમ થી થઇ શકશે.
અંબાજી મંદિર હજારો – લાખો માઈ ભક્તોની આસ્થા નું કેન્દ્ર બની રહેલ છે તેથી લોકો નાં સ્વાસ્થ્ય માટે અને મહામારી ને નિયંત્રણ માં લેવાના ભાગરૂપે સરકાર શ્રી ની ગાઇડલાઇન મુજબ મંદિર ને આગળ નાં દિવસો માં કોરોના નાં કેસ ની સંખ્યા અને જે તે સમય, પરિસ્થતિ ને ધ્યાન માં રાખી ને મંદિર ખોલવા બાબતે નિર્ણય લેવામાં આવશે….