Home ખેડા ખેડા જિલ્લામાં પરીક્ષાના સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા અંગેનું જાહેરનામું

ખેડા જિલ્લામાં પરીક્ષાના સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા અંગેનું જાહેરનામું

રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા D.EL.ED/D.P.S.E. પરીક્ષા-૨૦૨૩, તા.૨૪/૦૪/૨૦૨૩ થી તા.૦૩/૦૫/૨૦૨૩ના રોજ ખેડા જિલ્લામાં આવેલ કેન્દ્ર ખાતે લેવાશે

109
0

રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા D.EL.ED/D.P.S.E. પરીક્ષા-૨૦૨૩, તા.૨૪/૦૪/૨૦૨૩ થી તા.૦૩/૦૫/૨૦૨૩ના રોજ ખેડા જિલ્લામાં આવેલ કેન્દ્ર ખાતે લેવાનાર છે. જેથી તા.૨૪/૦૪/૨૦૨૩ થી તા.૦૩/૦૫/૨૦૨૩ સુધી આ પરીક્ષાનું સંચાલન સરળતાથી થાય, અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર ખંડ નિરીક્ષકો કાર્ય કરે અને પરીક્ષાર્થીઓ શાંત અને સૌહાદપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાથી તથા ગેરરીતી કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપે તે માટે પરીક્ષાના સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવે છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એસ.પટેલ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે તેઓને મળેલ સત્તાની રૂએ આ સાથે દર્શાવ્યા પ્રમાણેની અનુસુચિ મુજબના પરીક્ષા કેન્દ્રમાં અનુસુચિત પરીક્ષા કેન્દ્ર તથા તેની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તારમાં પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત માણસોએ ઉપરોકત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું, કોઈપણ ઈસમે કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા / કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી, પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ-વિક્ષેપ-ધ્યાનભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું / કરાવવું, આ રીતના કોઈપણ દુષ્પ્રેરણ કે પ્રયાસમાં ફરજો પરના સુપરવાઈઝર સ્ટાફ કે ખાસ તપાસણી માટેના સ્કવોડના માણસોએ સામેલ થવું, પ્રામાણિકપણે ફરજો બજાવવામાં કોઈ પ્રકારની ઉદાસીનતા સેવવી, પરીક્ષા સંબંધી ચોરીમાં મદદરૂપ થાય તેવી કોઈપણ વસ્તુ, ઈલેકટ્રોનીક આઈટમ જેવી કે, ફેકસ, ડુપ્લીકેટીંગ, ઝેરોક્ષ મશીન, કોપીયર કે નકલ થઈ શકે તેવા કોઈપણ ઉપકરણો, સેલ્યુલર ફોન, મોબાઈલ, સ્માર્ટ વોચ, પેજર, હેન્ડ સેટ, વોકીટોકી કે કોર્ડલેસ ફોન, પુસ્તક, કાપલીઓ વગેરેનો ઉપયોગ, ઝેરોક્ષ કાઢવાની કામગીરી, ઝેરોક્ષ નકલોનું વહન કરવું કે કરાવવામાં ફરજો પરના તમામ માણસોએ મદદગારી કે દુષ્પ્રેરણા કરવા મનાઈ ફરમાવે છે.

આ હુકમ તા.૨૪/૦૪/૨૦૨૩ થી તા.૦૩/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯.૩૦ કલાકથી બપોરના ૧૭.૩૦ કલાક સુધીના સમયગાળા માટે (ખેડા જિલ્લાના જે કેન્દ્રો પર કાર્યક્રમ હોય તેને અનુરૂપ) લાગુ રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમનો ભંગ કરનાર કસુરવાર ઈસમો સામે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબઈન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here