પાટણ: 10 એપ્રિલ
પાટણ શહેરમાં છીડીયા દરવાજા નજીક આવેલા રામજીમંદિરથી રવિવારે બપોરે 2 કલાકે ભગવાન શ્રી રામના જય ગોશ સાથે રામ લક્ષ્મણ અને જાનકીને રથમાં બિરાજમાન કર્યા બાદ આરતી ઉતારી ૩૫મી શોભાયાત્રાને પાટણના સાંસદ ભરત ડાભી અને પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલે રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું.
યાત્રામાં વિવિધ બેન્ડોએ ભગવાનની સ્તુતી અને ધૂનથી યાત્રા રસમય બનાવી હતી . શોભાયાત્રામાં બ્રહ્મા કુમારી , શિશુમંદિર , જલારામ મંદીર સહિતની સંસ્થાઓ ભગવાન શ્રીરામ મહાદેવ ધોડેસવા ૨ , શિવાજી , બાળકો રામ , લક્ષમણ , સીતા , હનુમાન , વાનર , શિવજી , ભારતમાતા સહિતના ધાર્મિક પાત્રોની ઝાંખીઓ તેમજ રાક્ષસ ટુકડીઓએ બાળકોને મનોરંજન પીરસ્યુ હતું .
યાત્રા અંબાજી મંદિર થઇ હિગળાચાચર પસાર થઇ હતી . જે નિજ માર્ગો ઉપર ફરી રાત્રે રામજી મંદિરે પરત ફરશે . દરમિયાન રથયાત્રા મહોલ્લા પોળોમાં હજારો ભક્તોએ તેમના ઘર આંગણેથી પસાર થતા ભગવાનના દર્શન કર્યા હતાં . વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને મંડળો દ્વારા ભક્તો માટે પાણી શરબત છાશ નાસ્તો સહિતની સેવા કેમ્પો મારફતે સુવિધાઓ કરી હતી .