હળવદ : 30 માર્ચ
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલુ માસમાં સંપૂર્ણ રાજ્યમાં પોષણ પખવાડિયા ઉજવણી નો કાર્યક્રમ રાખવાની સૂચના થતાં મોરબી જિલ્લાના હળવદ ઘટકના કેન્દ્રો ઉપર ૨૧ માર્ચ 2020 થી ૪ એપ્રિલ 2022 સુધી હળવદ તાલુકાના તમામ કેન્દ્રો ઉપર પોષણ પખવાડિયુ ઉજવણીનો કાર્યક્રમ ચાલુ હોય જે અંતર્ગત 21 તારીખ 27 તારીખ સુધી આંગણવાડી ઉપર નોંધાયેલા બાળકોનું વજન નો કાર્યક્રમ રાખવામાં આવેલ અને 28 તારીખ થી અલગ-અલગ દિવસોએ ચાર તારીખ સુધી આ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવશે જે અંતર્ગત 30 તારીખે સગર્ભા ધાત્રી અને કિશોરીને એનિમિયા નિવારણ આયોજન કરવામાં આવેલ જે બાબતે તેઓને આ બાબત સમજણ આપવામાં પણ આવેલ હવે પછી બાકી દિવસોમાં વાનગી હરીફાઈ તેમજ શાળાના બાળકોને એનિમિયાની સારવાર બાબતે સારવાર અને એનિમિયા અટકાયત બાબતે કાર્યક્રમ રાખવામાં આવશે આ કાર્યક્રમ અંતર્ગત હળવદ તાલુકાની 135 આંગણવાડી કેન્દ્ર ઉપર અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે