હળવદ : 27 માર્ચ
માર્ચ મહિનામાં નાણાકીય વર્ષ પૂરું થતું હોવાથી હળવદ માર્કેટયાર્ડમાં માર્ચના એન્ડીંગમાં વેપારીઓને હિસાબ કરવાના હોવાથી અનાજ આજથી 3-એપ્રિલ સુધી રજા જાહેર કરવામાં આવી છે.તેથી માલની આવક તથા હરરાજીનું કામકાજ બંધ રહેશે.તા.4/4ને સોમવારના રોજ રાબેતા મુજબ હરરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે.
માર્ચના એન્ડીંગમાં વેપારીઓને હિસાબ કરવાના હોવાથી તા.27/3 થી તા.3/4 સુધી રજા જાહેર કરવામાં આવે છે.
તા.3/4ને રવિવારના રોજ માલની ઉત્તરાઇ કરવા દેવામાં આવશે.તા.4/4ને સોમવારના રોજ રાબેતા મુજબ હરરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે. તેમ હળવદ માર્કેટયાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ એ જણાવ્યું હતું
વધુમાં એ પણ જણાવ્યું હતું કે 3 એપ્રિલ રવિવારના રોજ ખેડૂત મિત્રોની વિવિધ જણસની બપોરના 3 વાગ્યાથી ઉતરાઈ કરવા દેવામાં આવશે
બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરતું હળવદ માર્કેટ યાર્ડ
દર વર્ષની જેમ આ વર્ષે પણ હળવદ માર્કેટ યાર્ડ સંચાલિત ખેડૂત ભોજનાલયમાં આવતીકાલે એટલેકે તારીખ 28 માર્ચ ના રોજ શરૂ થતી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ને ધ્યાને લઇ હળવદમાં વિવિધ સ્કૂલોમાં પરીક્ષા આપવા અવતાર વિદ્યાર્થીઓ સાથે તેના વાલીને નિશુલ્ક બપોરના ભોજનની વ્યવસ્થા હળવદ માર્કેટ યાર્ડ દ્વારા કરવામાં આવી છે